Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

શહેર માધ્યમિક શિક્ષણ સંઘના મહામંત્રી વિલાસગીરી ગોસ્વામીને કોરોના

રાજકોટ, તા. ૧ર :  શહેર માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી અને કલ્યાણ હાઇસ્કુલના શિક્ષક વિલાસગીરી ગોસ્વામીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

આઅંગે ગોસ્વામીએ જણાવયું કે કોરોના જેવી મહામારીમાં આયુર્વેદિક ગોળી માસ્કનું વિતરણ તથા રાશન કાર્ડની દુકાનોમાં જવાબદારી તથા કલેકટર, મ્યુ. કોર્પોરેશન દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી વગેરે તંત્ર દ્વારા સોંપવામાં આવેલી કામગીરી માટે નિષ્ઠાપૂર્વક દોડતા રહ્યા હતા. હવે આ કામગીરીમાં બાધારૂપ કોરોના બન્યો છે. મારો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.

વધુમાં શ્રી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રિપોર્ટ ભલે પોઝિટીવ હોય પણ તમારૂ મનોબળ નેગેટીવ ન હોવું જોઇએ. માત્ર હળવી કસરતો, પ્રાણાયામ, નવસેકા પાણીમાં લીંબુ દિવસમાં ત્રણ વખત, નવસેકા પાણીમાં મીઠુ નાંખી ચાર વખત કોગળા, નગસેકા પાણીમાં હળદર સુંઠ નાખી ત્રણ વખત પીવું, પૌષ્ટિક ખોરાક લેવો (ગરમ) અજમા, વિકસની નાસ લેવી, આપેલી એલોપ્થિક દવા લેવી, મન, પ્રફુલિત રાખવું, બસ ઘરે રહીને આરામ કરવો. એટલે કોરોના હારે છે.

(2:58 pm IST)