Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સિવિલ કોવિડમાં ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી સારવાર-સેવાનો સંતોષ વ્યકત કરતાં સિનિયર સિટીઝન

કલેકટર કચેરીની હેલ્પલાઇનથી સાચું માર્ગદર્શન મળ્યું: દર્દીઓને ઝડપી રિકવરી માટે અપાય છે અદ્યતન સારવાર-ડો. સચીન ગજેરા

રાજકોટ તા. ૧૨ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની ડેડીકેટડ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓને અદ્યતન સારવાર આપવામાં આવે તેવી વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

'રાજકોટમાં પીડીયુ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ કરતા પણ સારી વ્યવસ્થાઓ છે અને હું બે દિવસ અન્યત્ર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં મને સરકાર દ્વારા મળતી અદ્યતન સારવાર-સેવાઓનો લાભ મળ્યો છે' આ શબ્દો છે રાજકોટના સિનિયર સિટીઝન શ્રી દિલીપભાઈ સીતાપરાના...

કોરોના સંક્રમિત થયેલા અને પાંચ દિવસની સારવાર બાદ કોરોના સંક્રમણમાંથી મહદઅંશે રિકવર થયેલા શ્રી દિલીપભાઈએ જાત અનુભવ વર્ણવતા કહ્યું કે શરૂઆતમાં મને ખૂબ જ નબળાઈ આવતા, રિપોર્ટ કરાવતાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બે દિવસ અન્યત્ર દવાખાનામાં સારવાર બાદ દર્દીના સગા અશ્વિનભાઈએ કલેકટર કચેરીના હેલ્પલાઇન પર સંપર્ક કર્યો.સંતોષકારક જવાબ મળ્યાનુ જણાવી અશ્વિનભાઈએ વધુમાં કહ્યું કે હેલ્પ લાઇનમાં હોસ્પિટલ અંગેનુ સિલેકશન અંગે માર્ગદર્શન તેમજ સારવાર બાદ કોલ પણ આવે છે તેમ તેમણે જણાવ્યું હતું. હોસ્પિટલના ચોથા માળના ફરજ પરના તબીબ ડો. સચિન ગજેરાએ કહ્યું કે હોસ્પિટલમાં દર્દીઓની સ્થિતિ મુજબ જલ્દી રીકવરી માટે અદ્યતન સારવાર આપવામાં આવે છે.

(2:27 pm IST)