Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

આત્મનિર્ભર યોજના હેઠળ વકીલોને અઢી લાખ સુધીની લોન અપાશે

રાજકોટ તા. ૧ર : હાલ કોરોના મહામારી વચ્ચે રાજકોટ સહિત રાજયભરના વકીલો માટે સારા સમાચાર આવ્યાછે જેમાં વિવિધ વ્યવસાયીઓને લોકડાઉનને કારણે થયેલી નુકસાનીમાં રાહત માટે ગુજરાત સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર યોજનામાં રાજયભરના વકીલોનો આજથી જ સમાવેશ કરી દીધો છે.

આ અંગે ભાજપ લિગલ સેલ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સમરસ ટીમે કન્વીનરો જે.જે.પટેલ અને દિલીપભાઇ પટેલે આજેગાંધીનગર ખાતે કાનુન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સમક્ષ કરેલી રજુઆત બાદ મળેલી સફળતા અંગે જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન લોકડાઉનને જુદા જુદા ધંધાર્થીઓને વેઠવા પડેલા પુષ્કળ નુકસાનમાં રાહત આપવા માટે રાજય સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર યોજનામાં વકીલોનો પણ સમાવેશ કરવા અગાઉ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.ત્યારબાદ આજે પણ ગાંધીનગર ખાતે મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સમક્ષ ભાજપ લીગલ સેલ અને બાર કાઉન્સિલની સમરસ ટીમના પ્રતિનિધિ મંડળે રજુઆત કરતા આજથીજ રાજયભરના વકીલોને પણ આત્મનિર્ભર યોજનામાં સમાવેશ થતા રૂ.અઢી લાખ સુધીની ઓછા વ્યાજની લોન માટે હક્કદાર બન્યા છે.

આ પ્રતિનિધિ મંડળમાં લીગલ સેલના રાજકોટ કન્વીનર હિતેશ દવે, બીસીજીના દીપેન દવે, શંકરસિંહ ગોહિલ, સી.કે.પટેલ, ભરત ભગત, કિરીટ બારોટ વગેરે પણ જોડાયા હતા.

(2:24 pm IST)