Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

રૂ. બે લાખ ૪૦ હજારનો ચેક પાછો ફરતાં કોર્ટમાં થયેલ ફોજદારી

રાજકોટ,તા.૧૨ : રાજકોટના રહીશ અલ્કાબેન ભરતભાઇ પરમાર સામે રૂ. ૨,૪૦,૦૦૦નો ચેક રીર્ટન થતા પ્રજ્ઞાબેન યોગેશભાઇ હિરાણી દ્વારા રાજકોટની કોર્ટમાં ફરીયાદ થતા કોર્ટ દ્વારા ફરીયાદ રજીસ્ટરે લેવાનો હુકમ કરેલ હતો.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે આ કામના આરોપી અલ્કાબેન ભરતભાઇ પરમારે ફરીયાદી પ્રજ્ઞાબેન યોગેશભાઇ હિરાણી પાસેથી સંબંધના નાતે એપ્રિલ ૨૦૧૮માં હાથ ઉછીના રૂ.૨,૪૦,૦૦૦/- લીધેલા અને રકમ લેતી વખતે આરોપીએ ફરીયાદીને કહેલ કે આ રકમ બે વર્ષમાં પરત કરી આપીશ. બાદ આ રકમની પરત ચૂકવણી સામે આરોપીએ ફરીયાદીના નામનો ચેક આપેલ ચેક ફરીયાદીએ બેંકમાં વટાવવા નાખતા ચેક વટવાયા વગર ફંડ ઇન્સફીસીયન્ટ ના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ વકિલ હિતેષ આર. ભાયાણી મારફત આરોપીને લીગલ નોટીસ આપેલ જે નોટીસ આરોપીને મળી જવા છતા આરોપીએ તેમા જણાવ્યા મુજબના સમયમાં ચેકની રકમ ફરીયાદીને ચૂકવેલ નહી કે નોટીસનો કોઇ જવાબ આપેલ નહી જેથી ફરીયાદીએ આરોપી અલ્કાબેન ભરતભાઇ પરમાર વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ છે.

આ કામમાં ફરીયાદી પ્રજ્ઞાબેન યોગેશભાઇ હિરાણી વતી રાજકોટના એડવોકેટ હિતેષભાઇ આર. ભાયાણી તથા અજય દાવડા રોકાયેલા છે.

(2:24 pm IST)