Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોરોના કહેર... સોની બજાર, પેલેસ રોડ લોકડાઉનનો આજથી પ્રારંભ

સોની બજારમાં સ્વૈચ્છીક લોકડાઉનઃ એક સપ્તાહ બંધ રહેશે : રાજકોટઃ શહેરમાં કોરોનાના કેસોમાં દિન-પ્રતિદિન થઈ રહેલ કેસોમાં વધારાના પગલે ફફડાટ મચી ગયો છે. ત્યારે અહિંના સોની બજારમાં પણ સંક્રમણ વધતા અનેક વેપારીઓના મોત નિપજયા હતા. દરમિયાન સોની બજારના વેપારીઓએ આજથી સ્વૈચ્છીક બંધ પાળવાનો નિર્ણય લીધો છે. જવેલર્સના વેપારીઓ આજથી એક અઠવાડીયું બંધ પાળશે. જેનો આજથી જ અમલ થઈ ગયો છે. સોની બજાર સજજડ બંધ જોવા મળે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ : રાજકોટમાં કોરોનાએ માથુ ઉંચકતા સાવચેતીના પગલારૂપે આજથી એક સપ્તાહ સુધીના સોની બજાર, પેલેસ રોડ લોકડાઉનનો પ્રારંભ થયો છે : આ બંને વિસ્તારોમાં આવેલી દુકાનો અને શો-રૂમ એક સપ્તાહ સુધી બંધ રહેશે : તમામ શો-રૂમ અને દુકાનો સજ્જડ બંધ રહેવા પામી છે : રજકોટ ગોલ્ડ અને સિલ્વરનું મોટુ માર્કેટ હોય કરોડો રૂપિયાનું ટર્નઓવર અસ્તવ્યસ્ત થઇ જવાની સંભાવના છે : છેલ્લા થોડા સમયમાં ૪૦ જેટલા સોની ભાઇઓનું કોરોના કે બીજા કોઇ રોગના કારણે મોત થતા લોકડાઉનનો આકરો નિર્ણય એસોસિઅશને લીધેલ છે

(2:57 pm IST)