Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

આનંદ બંગલા ચોકમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ શરૂ થશેઃ ૩૫ બેડ ઉપલબ્ધ

ગોકુલ હોસ્પિટલ સંચાલિત કોરોના સેન્ટર દ્વારા ૫૫૦ થી વધુ દર્દીઓની સારવાર બાદ હવે કોરોનાના દર્દીઓ માટે હોમ કેર ફેસેલીટી પણ ઉપલબ્ધ

રાજકોટઃ ગોકુલ હોસ્પિટલ છેલ્લા ૩૦ વર્ષથી સૌરાષ્ટ-કચ્છના દર્દીઓ માટે કાર્યરત છે.  કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટ પણ બાકાત નથી દિવસેને દિવસે સમગ્ર સૌરાષ્ટમાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે. આ સંજોગોમાં સરકાર શ્રી દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખૂબ સારી સારવારની સગવડ ઉભી કરવામાં આવી છે પરંતુ દર્દીઓના ધસારાને પહોંચી ન શકાતા તેમણે ખાનગી હોસ્પિટલોને કોવીડ ફેસિલિટી એટલે કે કોરોનાના દર્દીઓની સારવારની સગવડ આપી શકાય તે માટે શકય પ્રયાસો કરવાનું જણાવ્યું હતું. ગોકુલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર માટે રાષ્ટીય શાળા મેઇન રોડ પર આવેલ ઉદય કોવીડ હોસ્પિટલ તથા લોધાવાડ ચોકમાં આવેલી સૂર્યકાંત હોટેલ - ઉદય કોવિડ કેર ફેસિલિટીમાં દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.

ઉદય કોવીડ હોસ્પિટલમાં આઇ સી યુ સાથેની તમામ સુવિધા સાથે ૨૨ બેડની હોસ્પિટલ કાર્યરત છે જયારે કોરોનાના દર્દીઓ કે જે સામાન્ય લક્ષણો હોય છે તેમની સારવાર ઉદય કોવિડ કેર ફેસિલિટીમાં કરવામાં આવે છે જયાં ૨૪ કલાક મેડીકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફની સુવિધા ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં ૫૫૦ થી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર ગોકુલ હોસ્પિટલ દ્વારા સંચાલિત કોરોના સેન્ટરમાં કરવામાં આવી છે.

 આ તબક્કે ગોકુલ હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓ માટે હોમ કેર ફેસેલીટી નું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાના દર્દીઓ કે જેને ઘરે આઇસોલેશનની સગવડ ઉપલબ્ધ છે અને તે લોકોને હોસ્પિટલમાં દાખલ થવું નથી તેવા દર્દીઓ માટે હોમ કેરની સુવિધા ગોકુલ હોસ્પિટલ દ્વારા સંચાલિત શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત કોરોનાના દર્દીઓ માટે નસિંર્ગ સ્ટાફ, મેડિકલ ઓફિસર અને ડાયટિશિયન દ્વારા ટેલીફોન અને રૂબરૂ મુલાકાત દ્વારા દર્દીઓની સાર સંભાળ કરવામાં આવશે.

 આનંદ બંગલા ચોક ખાતે ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ દ્વારા સંચાલિત શરૂ કરવામાં આવનાર છે, જયાં જનરલ વોડ, સ્પેશિયલ રૂમ, આઇ સી યુ, ડાયાલીસીસ તથા ઓપરેશન થિયેટરની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે. આ હોસ્પિટલમાં ૩૫ બેડ ઉપલબ્ધ છે.   વધુ માહિતી માટે ફોન નંબર ૯૦૮૧૩ ૦૩૧૦૮ ઉપર શ્રી પ્રશાંતભાઈ રેણુકાનો સંપર્ક સાધવા ગોકુલ હોસ્પિટલ ની યાદીમાં જણાવવામાં આવે છે.

(11:34 am IST)