Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સાયબર સિકયુરીટી અંગેના રાજકોટની ફરહીનના સંશોધન પત્રની રાષ્ટ્રિય કક્ષાએ પસંદગી

સમગ્ર દેશમાંથી ૩૩૮ સંશોધકોએ રિસર્ચ પેપર રજુ કર્યા હતાઃ રિસર્ચમાં હેકીંગ ટ્રેસ અને તેના સોલ્યુશનની છણાવટ કરી હતી

રાજકોટ તા. ૧રઃ હાલના સમયમાં સાયબર ક્રાઇમ એ ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે. તેના માટે સરકાર દ્વારા ખાસ પોલીસી બનાવવામાં આવી રહી છે. તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સાયબર સિકયુરીટી અને ખાસ કરીને હેકીંગ સબંધિત એક રીસર્ચ પેપર સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ૧પ સંશોધકોના પેપરની પસંદગી કરાવામાં આવી છે. જેમાં રાજકોટની યુવતી ફરહીન મલેકની પણ પસંદગી કરવામાં આવી છે.

સાયબર સિકયુરીટી-સાયબર ક્રાઇમ અને ફાઇલ હેકીંગ પ્રોગ્રામ પર કામ કરનાર નેશનલ કટીકલ ઇન્ફોર્મેશન પ્રોટેકશન સેન્ટર દ્વારા તાજેતરમાં ફાઇલ હેકીંગ અને તેના સોલ્યુશન પર રીસર્ચ પેપર તૈયાર કરવાની એક સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સમગ્ર દેશમાંથી ૩૩૮ સંશોધન દ્વારા પોતાના સંશોધન પત્રો રજુ કરવામાં આવ્યા હતા. આરવીડીપીના સુપરવિઝનમાં આ સ્પર્ધામાં ૧પ સ્પર્ધકોના પેપરની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજકોટની ફરહીન રફીકભાઇ મલેકના પેપરની પસંદગી કરવામાં આવી છે. ફરહીન મલેકએ એમ.સી.એ. અને પીજીડીસીએનો અભ્યાસ કર્યો છે અને તે હાલ સાયબર સિકયુરીટી અંગેનો અભ્યાસ કરી રહ્યા છે. તેણે આ સન્માન પ્રાપ્ત કરી રાજકોટનું ગૌરવ વધાર્યું છે.

(3:21 pm IST)