Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ભાજપ દ્વારા અપેક્ષિત શ્રેણીના કાર્યકરો માટે ઇ-ચિંતન વર્ગ

પ્રદેશ ભાજપ દ્વારા મહાનગર અને જિલ્લાના અપેક્ષિણ શ્રેણીના કાર્યકરો માટે ઇ-ચિૅતન અભ્યાસ વર્ગ યોજાયો હતો. પ્રદેશ દ્વારા સાંધિક ગીત કરાવવામાં આવ્યું હતું. તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ૪૦૦ થી વધુ અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ આ અભ્યાસવર્ગમાં જોડાયા હતા. આ ઈ–ચિંતન અભ્યાસવર્ગમાં ગુજરાત મ્ય. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,  સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ,  શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી  અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય સહીત, રક્ષાબેન બોળીયા સહીતના અગ્રણીઓ  વર્ચ્યુઅલ માઘ્યમથી ઈ–ચિંતન અભ્યાસવર્ગમાં  જોડાયા હતા. આ ઈ–ચિંતન અભ્યાસ વર્ગને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય ખાતેથી અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, પ્રવીણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા, સોશ્યલ મીડીયાના હાર્દીક બોરડ, મનોજ ગેરૈયા, નીખીલ રાઠોડ, શૈલેષ હાપલીયા, જય શાહ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:17 pm IST)