Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

રૂ. ચાર લાખનો એક પાછો ફરતાં કોર્ટમાં ફરીયાદ થતા આરોપીને હાજર થયા હુકમ

રાજકોટ, તા. ૧ર :  રાજકોટ શહેરના કેનાલ રોડ પર આવેલ કેવડાવાડી-૭માં રહેતા આરોપી તુષાર કમલેશભાઇ પંડયાએ પોતાના ધંધા માટે સ્કાય એન્ટરપ્રાઇઝના નામની ફાયનાન્સમાંથી લીધેલ રકમ પરત ચુકવવા રૂ. ૪,૦૦,૦૦૦/- નો ચેક રીટર્ન થતા સ્કાય એન્ટરપ્રાઇઝના માલીક મહેશભાઇ વલ્લભભાઇ કાલરીયાએ અદાલતમાં ફરીયાદ દાખલ કરતા રાજકોટન ા રહે. એડી. ચીફ જયુડી મેજી.એ અદાલતમાં હાજર થવા અરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ હતો.

આ કેસની હકિકત જોઇએ તો, રાજકોટ  શહેરમાં પુષ્કરધામ પાસે રહેતા અને સ્કાય એન્ટરપ્રાઇઝના નામે ફાયનાન્સનો ધંધો કરતા મહેશ વલ્લભભાઇ કાલરીયાએ રાજકોટ શહેરના કેનાલ રોડ પર આવેલ કેવડાવાડી-૯માં રહેતા આરોપી તુષાર કમલેશભાઇ પંડયા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે, ફરીયાદી સ્કાય એન્ટરપ્રાઇઝના નામે શ્રોફનું લાયસન્સ ધરાવી ફાયનાન્સનો ધંધો કરતા હોય અને આરોપીને તેના ધંધા માટે નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા ફરીયાદી ફાયનાન્સ કંપનીમાંથી લોક લીધેલ અને જરૂરીયા દસ્તાવેજો કરી આપેલ અને લીધેલ લોનનું ચુકવણુકરવા આરોપીએ ફરીયાદી ફાયનાન્સ કંપની જોગનો રકમ રૂ.૪,૦૦,૦૦૦/- નો ચેક લખી આપેલ.

ચેક રીટર્ન થતા તહોમતદારે આપેલ તેના ખરા સરનામે રકમની ડીમાન્ડ કરતી નોટીસ ફરીયાદીએ તહોમતદારને પાઠવેલ. તેમ છતાં તહોમતદારે ફરીયાદીનું કાયદેસરનું લેણુ ચુકવવા દરકાર ન કરતા ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં દસ્તાવેજી પુરાવા, સાથે ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, ફરીયાદી તથા તે સાથેના દસ્તાવેજો, હકીકકતો લક્ષમાં લેતા તહોમતદાર ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક અન્વયે ગુનો આચાર્યનું સ્પષ્ટ ફલિત થતું હોય જેથી આરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરવા અને યોગ્ય નશ્યચે પહોંચાડવા કરેલ રજુઆતો ધ્યાને લઇ રાજકોટના મહે. એ.ડી. ચીફ જયુડી. મેજી. એ આરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરી અદાલતમાં હાજર થવા હુકમ ફરમાવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી સ્કાય એન્ટરપ્રાઇઝના માલીક મહેશભાઇ કાલરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.

(3:53 pm IST)