Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

મનપામાં લોક ફરીયાદ હવે નિઃશુલ્કઃ કોંગ્રેસની રજુઆત સફળ

રાજકોટ, તા., ૧રઃ કોર્પોરેશનમાં લોકોને ફરીયાદ માટે વિનામુલ્યે સેવા શરૂ કરવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા મ્યુનિ. કમિશ્નરને કરવામાં આવી હતી. આગામી વર્ષ ર૦૧૮-૧૯ના બજેટમાં ટોલ ફ્રી નંબર શરૂ કરવા સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કોંગ્રેસની રજુઆતને સફળતા  મળી હોવાનું વિપક્ષી નેતાએ જણાવ્યું હતું.

આ અંગે વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે મ્યુનિ. કમિશ્નરને રાજકોટ મહાનગર પાલીકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે જુદી જુદી સેવાઓની ફરીયાદો માટે વહીવટી સુધારણાના ભાગરૂપે કોલ સેન્ટરના લોકોને નિઃશુલ્ક ફરીયાદ કરવાના અધિકાર મળે તે માટે હાલ પીજીવીસીએલ (૧૮૦૦ ર૩૩ ૧પપ ૩૩૩) બીએસએનએલ (૧૯૮, ૧પ૦૩ ૧પ૦પ) સહીતની સરકારી કચેરીઓમાં ટોલ ફ્રી સુવિધા અન્ય કચેરીની જેમ કોર્પોરેશનમાં પણ આપવા માટે રજુઆતો કરી હતી. બાદમાં પણ સ્મૃતિ પત્ર દ્વારા કમિશ્નરને પુનઃ લેખીત રજુઆતો કરી હતી. જેમાં મહાનગર પાલીકાની સેવાઓ તથા અન્ય કામગીરી વિશે લોકો નિઃશુલ્ક રીતે ફોન કોલ કરી શકે.

આગામી માર્ચથી લોકોને કોર્પો.નો ટોલ ફ્રી નંબરની નિઃશુલ્ક સેવા પ્રાપ્ત થઇ જશે. આમ કોંગ્રેસની રજુઆત સફળ થઇ છે. જેથી કમિશ્નરનો આભાર વ્યકત કરાયો છે  તેમ અંતમાં વિપક્ષી નેતા સાગઠીયાએ જણાવ્યુ છે.

(3:45 pm IST)