Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ખાસ ઝુંબેશમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા ભારે ઘસારોઃ ફોર્મ નં.૬ (નામ ઉમેરવા) ર૬ હજાર ભરાયા

નામ કમી-સુધારા-સરનામા ફેરમાં ર૩ હજારથી વધુ ફોર્મ આવ્યાઃ આજે નામ ઉમેરવા બાબતે છેલ્લો દિવસ...: ૭૧-રાજકોટમાં સૌથી વધુ ૪II હજારથી પ હજાર ફોર્મ આવ્યાઃ દરેક વિધાનસભા બેઠકમાં રII થી ૩ હજાર નામો ઉમેરાયા

રાજકોટ તા.૧ર : ચૂંટણી પંચ દ્વારા ચાલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગઇકાલે રાજકોટ શહેર જીલ્લાના ર૧પ૮ મતદાન મથકો ઉપર બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવા અંગે ખાસ ઝુંબેશ યોજાઇ હતી. સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી દરેક બીએલઓ હાજર રહ્યા હતા.

રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોજાયેલ આ ઝુંબેશ અત્યંત સફળ બની છે. નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિતેશ પંડયાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ફોર્મ નં.૬ એટલે કે નામ ઉમેરવા બાબતે ભારે ઘસારો જોવા મળ્યો હતો.

શ્રી પંડયાએ જણાવ્યુ હતુ કે, કુલ ફોર્મ નં.૬ આઠેય વિધાનસભા બેઠકમાં ર૬૮૬૮ જેટલા ભરાયા છે. જયારે નામ કમીમાં ૯૬૭ર, નામ સુધારા-વધારાના ૯૬૬પ તથા સરનામા ફેરફારમાં ૪૧ વધુ ફોર્મ ભરાયા છે.

સૌથી વધુ ૭૧ રાજકોટમાં ૪II થી પ હજાર જેટલા ફોર્મ ૬ નંબરના આવ્યા છે. બાકીની સાતેય વિધાનસભા બેઠકમાં એવરેજ ર થી રII હજાર-૩ હજાર જેટલા નામ ઉમેરવાના ફોર્મ આવ્યાનું શ્રી પંડયાએ ઉમેર્યુ હતુ.

તેમણે જણાવેલ કે આજે મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો છેલ્લો દિવસ છે. આખરી પ્રસિધ્ધિ માર્ચમાં થશે.(૩-૭)

 

(11:55 am IST)