Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પ્રેમિકાની ઇચ્છા મુજબ તેની સાથે ભાગી ન શકતાં ગોલુ ઝેર પી ગયો

જામકંડોરણાના રોઘેલ ગામનો બનાવઃ આદિવાસી યુવાનને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૨: જામકંડોરણાના રોઘેલ ગામે પટેલની વાડીમાં રહી ખેત મજૂરી કરતાં મધ્ય પ્રદેશના આદિવાસી યુવાન ગોલુ મંગીલાલ સાડવી (ઉ.૨૮)એ ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. ગોલુને પ્રેમિકાએ ભાગી જવાની વાત કરતાં પોતે પરિવારજનોને મુકી ભાગી શકે તેમ ન હોઇ જેથી આ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.

ઝેર પી લેનાર ગોલુ અને તેના માતા-પિતા સહિતના પરિવારજનો રોઘેલ ગામે નટુભાઇ છગનભાઇ વેકરીયાની વાડીમાં ચારેક વર્ષથી રહી મજૂરી કરે છે. ગોલુ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો અને કુંવારો છે. તેના વાડી માલિકના કહેવા મુજબ ગોલુને તેના જ વતનની એક છોકરી સાથે પ્રેમ છે. આ છોકરીએ તેને ભાગી જવા કહ્યું હતું. પણ ગોલુએ પોતે ભાગી શકે નહિ તેમ  જણાવતાં બંને વચ્ચે મનદુઃખ થયું હતું. આ કારણે દુઃખી થઇ ગોલુ ઝેર પી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામકંડોરણા પોલીસને જાણ કરી હતી.

(10:20 am IST)