Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામિ વિવેકાનંદને પુષ્પાંજલી

 'ઉઠો, જાગો અને ઘ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો'ના મંત્ર દ્વારા યુવાઓના આંતરમનને ઢંઢોળનાર અને તેમનામાં જાગૃતિનો પ્રાણ ફુંકનાર દેશભકત સન્યાસી સ્વામિ વિવેકાનંદની જન્મજયંતિએ અંતર્ગત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અઘ્યક્ષ ડો. પ્રશાંત કોરાટના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું અયોજન કરવામાં આવેલ છે, તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં  શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કોટેચા ચોક ખાતે સ્વામિ વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે  શહેરના મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયા તેમજ  પુર્વેશ ભટ્ટ, પ્રવીણ સેંગલીયા, જયકીશન ઝાલા, જયપાલ ચાવડા, પાર્થરાજસિહ ચૌહાણ, સહદેવસિહ ડોડીયા, કેયુર અનડકટ, ગૌરવ મહેતા, નીરવ રાયચુરા, અંકીત કુવાડીયા સહીતના ઉપસ્થિત રહયા હતા.

 

(4:03 pm IST)