Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

૪૦ સીનીયર સીટીઝનને હોસ્પિટલે લઇ જઇ વેકસીનનો બુસ્ટર ડોઝ લેવડાવતી ભકિતનગર પોલીસ

એસીપી બી.બી.રાઠોડ અને પીઆઇ જે.ડી.ઝાલા તથા સ્ટાફે વેકસીનનો બુસ્ટર ડોઝ લીધો

રાજકોટ : નોવેલો કોરોના વાયરસના નવા વાયરસ ઓમીક્રોન વેરીયન્ટના વધતા સંક્રમણને અટકાવવા માટે સરકારની માર્ગદર્શીકા અંતર્ગત શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા લોકો પાસે જાહેરનમાનું પાલન કરાવી રહી છે. તેમજ લોકોને વેકસીનનો બુસ્ટર ડોઝ લેવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે એસીપી બી.બી.રાઠોડ તથા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલા તથા સ્ટાફે વેકસીનનો બુસ્ટર ડોઝ લીધો હતો. ઉપરાંત પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે.હુણ, પી.એસ.આઇ એસ.એન.જાડેજા, પીએસઆઇ આર.જે.કામળીયા સહિતના ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતા સિનીયર સીટીઝનોને વેકસીનનો બુસ્ટર ડોઝ લેવા માટે પ્રેરણા આપી આશરે ૪૦ જેટલા સીનીયર સીટીઝનો ગુંદાવાડી પદ્મ કુવરબા હોસ્પિટલ ખાતે લઇ જઇ ડોઝ લેવડાવવામાં આવ્યો હતો.

(3:24 pm IST)