Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

મિત્રતાના દાવે આપેલ છ લાખનો ચેક રિટર્ન થતાં અમદાવાદના વેપારી સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ,તા. ૧૨ : મિત્રતાના દાવે આપેલ છ લાખ રૂપિયાનો ચેક બાઉન્‍સ થતાં અમદાવાદના વેપારી સામે ફોજદારી ફરિયાદ થતા કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત જોઇએ તો રાજકોટના ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમાએ પોતાના અંગત મિત્ર મનદીપસિંહ મનોજકુમાર શાહ, ત્રિવેણી પાર્ક, સાલ હોસ્‍પિટલ રોડ, સુરધારા સર્કલ, થલતેજ અમદાવાદ વાળાને મદદ કરવાના હેતુસર આપેલ પૈસાની ચુકવણી પેટે નો ચેક આપી સ્‍ટોપ પેમેન્‍ટ કરાવીને નોટીસ પણ સ્‍વીકારેલ ના હોય જેથી મનદીપશાહ સામે રાજકોટની કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ થયેલ છે.
ફરિયાદી ધમેન્‍દ્રસિંહ અને આ અમદાવાદના મનદીપશાહ વચ્‍ચે દોસ્‍તીનો સંબંધ હોય મનદીપસિંહ શાહને અંગત કારણોસર પૈસાની જરૂર પડતાં ફરિયાદી પાસેથી ઉછીની રકમ રૂપિયા ૬,૦૦,૦૦૦ અંકે રૂપિયા ૬ લાખ પુરાની માંગણી કરતા ધર્મેન્‍દ્રસિંહએ મંદીપશાહને રૂા. ૬,૦૦,૦૦૦ પૂરા તા. ૧૯/૬/૨૦૨૧ હાથ ઉછીના વગર વ્‍યાજે બેન્‍ક મારફતેથી આપવામાં આવેલ. જે અંગેનું નોટરી લખાણ પણ મનદીપ શાહએ રાજકોટના નોટરી સમક્ષ કરી આપેલ પેટેનો ચેર પણ લખી આપી સહીઓ કરી આપેલ. અને ચેક વટાવી લેવાનું જણાવેલ. આરોપીની આ વાત ઉપર ભરોસો રાખીને ફરિયાદીએ ઉપરોકત ચેક પોતાની બેંકની રાજકોટ બ્રાન્‍ચમાં નાખતા મનદીપ શાહએ સ્‍ટોપ પેમેન્‍ટ કરવી નાખવા મનદીપ શાહએ સ્‍ટોપ પેમેન્‍ટ કરવી નાખવા આ ચેક બેન્‍કમાંથી સ્‍ટોપ પેમેન્‍ટના શેરા સાથે પરત ફરેલ.
આથી ધર્મેન્‍દ્રસિંહને છેતરાયાનો અહેસાસ થતાં પોતાના વકીલ કુલદીપસિંહ જાડેજા મારફતે મનદીપ શાહને નોટીસ મોકલતા. આરોપીએ નોટીસ પણ સ્‍વકારેલ નહીં જેથી. કાયદાકીય સલાહ લઇને પંદર દિવસોનો નોટીસ પીરિયડ પુરો થતાં રાજકોટની કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ. અને રાજકોટની કોર્ટએ આરોપી સામે સમન્‍સ ઇસ્‍યુ કરીને હાજર થવા ફરમાવેલ છે. આ કેસમાં ધર્મેન્‍દ્રસિંહના વકીલ તરીકે રાજકોટના વકીલ કુલદીપસિંહ બી. જાડેજા શિવરાજસિંહ ઝાલા, રવિરાજ પરમાર, અશોક ચાંદપા રોકાયેલ છે.

 

(2:40 pm IST)