Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

નવાગામના નગારા ધાર પાસે યુવાનની લાશ મળીઃ ઠંડીથી મોત થયાની શક્‍યતા

બંને કાન વિંધાવેલા છેઃ દાઢી અને ગાલ પર તલનું નિશાનઃ વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૨: કુવાડવા રોડ નવાગામ સાત હનુમાન સામે નગારા ધાર પાસે સેંડાભાઇની ઓરડી પાસેથી અજાણ્‍યા આશરે ૪૦ વર્ષના યુવાનની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ યુવાનનું ઠંડીમાં આવી જતાં મોત નિપજ્‍યાની શક્‍યતા છે.
એક યુવાનની લાશ પડી હોવાની જાણ ૧૦૮ના ઇએમટી કોમલબેને કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જી. રોહડીયાએ ત્‍યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાને કાળુ ટીશર્ટ અને કાળો શર્ટ પહેર્યો છે. તેમજ કાળા કલરનું લોઅર ટ્રેક પહેર્યુ છે. શરીરે સાધારણ બાંધાનો છે અને વાને ઘઉવર્ણો છે. જેની ઉચાંઇ આશરે ચાર ફુટની છે. જમણા ગાલ અને દાઢીના ભાગે કાળા તલના નિશાન છે અને બંને કાન વિંધાયેલા છે. ઠંડી કે બિમારીને કારણે મૃત્‍યુ થયાની શક્‍યતા છે. મોતનું કારણ જાણવા પોલીસ પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ  હોય તો પોલીસનો મો. ૯૮૨૫૧ ૪૩૮૪૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.


 

(2:37 pm IST)