Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ભાજપ કાર્યાલય બન્યુ ''સિધ્ધ વિનાયક ધામ'': દેદીપ્યમાન ડેકોરેશન વોર્ડ નં. ૧,ર ના આગેવાનો કાર્યકર્તાઓના હસ્તે મહાઆરતીઃ આજે વોર્ડ નં.૩-૪ ના ભાજપ અગ્રણીઓ-કાર્યકર્તાઓ આરતીનો લાભ લેશે

રાજકોટ : શહેર ભાજપ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રભાઇ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે ક ગણેશ ચતુર્થીના શુભ દિન તા.૧૦ સપ્ટેમ્બર થી ૧૯ સપ્ટેમ્બર સુધી શહેર ભાજપ દ્વારા કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનેમાં લઇ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થાય તે રીતે શહેર ભાજપ કાર્યાલય-સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર અને ભકિતપૂર્વક આયોજન કરવામાં આવેલ છે.પ્રથમ દિવસે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઇ મોકરીયા, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, સહીતના અગ્રણીઓ તેમજ વોર્ડ નં.૧ના હિતેશ મારૂ, જયરાજસિંહ જાડેજા, કનાભાઇ સતવારા, દુર્ગાબા જાડેજા, ડો. અલ્પેશ મોરજરિયા, હીરેન આહીર, રામદેવભાઇ ગોજીયા, જયદીપસિંહ જાડેજા, સેજલબેન ચૌધરી, જયોતીબેન હીંગુ, ગંભીરસિંહ ચાવડા, ભરતસિંહ ચુડાસમાં, લાલજીભાઇ બારૈયા, વિકલ્પ હાથી, દર્શન પંડયા, નરેન્દ્રસિંહ જાડેજા, નાગજીભાઇ વરૂ, દિલીપ બોરીચા, બાલાભાઇ સેફાતર, અનેવોર્ડ નં.રમાંથી મનુભાઇ વઘાશીયા, રાજેન્દ્રસિંહ ગોહિલ, દશરથભાઇ વાળા, ભાવેશ ટોયટા, ડો. દર્શીતાબેન શાહ, મીનાબા જાડેજા, મનીષ રાડીયા, જયમીન ઠાકર, અતુલ પંડિત, પૃથ્વીસિંહ વાળા, રાજનભાઇ સિંધવ, પ્રીતેશ પોપટ, પુષ્પક જૈન, ભાગવત શર્મા, ગૌતમ વાળા, અનિલ મકવાણા, અજયસિંહ જાડેજા, ધૈર્ય પારેખ, રમાબેન હેરભા, દીપાબેન કાચા, જશુમતીબેન વસાણી, ધારાબેન વૈષ્ણવ, માધવીબેન ઉપાધ્યાય, પલ્લવીબેન ચૌહાણ, દેવયાનીબેન રાવલ, અનુબેન પરમાર, પ્રજ્ઞાબેન ગઢવી, જોરૂભા ઝાલા, દિપક ભટ્ટ, ચંદ્રસિંહ જાડેજા, સહીતના ભાજપ અગ્રણીઓએ મહાઆરતીનોલાભ લીધો હતો. તેમજ ગણપતિદાદાનું પુજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ, હરેશભાઇ જોષી, સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આજેતા.૧૧ના શનિવારે ગણપતિ મંગલ મહોત્સવના બીજા દિવસે સાંજે ૭ કલાકે યોજાનાર મહાઆરતીમાં વોર્ડ નં. ૩ અને ૪ ના ભાજપ અગ્રણીઓ-કાર્યકર્તાઓ ગજાનન દાદાની મહાઆરતીનો લાભ લેશે. આરતી વ્યવસ્થાને સફળ બનાવવા કાર્યાલય ખાતેથી રમેશભાઇ જોટાંગીયા, રાજન ઠકકર, ચેતન રાવલ, પી.નલારીયન પંડીત સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:54 pm IST)