Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રિસામણે બેઠેલી શેરબાનુને વાત કરવાના બહાને બોલાવી પતિ-સાસુએ ધોલધપાટ કરી

બચાવવા વચ્ચે પડેલી બહેન મહેંદીને પણ ઇજાઃ દૂધસાગર રોડ ગુ.હા. બોર્ડમાં બનાવ

રાજકોટ તા. ૧૧: જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસે હાલ માવતરે રહેતી શેરબાનુબેન જાકીર દાઉદાણી (ઉ.વ.૨૪) બે વર્ષથી રિસામણે હોઇ રાત્રે પતિ જાકીર ઇબ્રાહીમભાઇ દાઉદાણીએ વાત કરવાના બહાને નવા બસ સ્ટેશન પાસે બોલાવી ત્યાંથી રિક્ષામાં બેસાડી દૂધ સાગર રોડ પર રિધ્ધી સિધ્ધી ગુ.હા. બોર્ડમાં પોતાની ઘરે લઇ જઇ ઝઘડો કરી ધોકાથી માર મારતાં અને તેણીને બચાવવા બહેન મહેંદી દાઉદભાઇ જૂણેજા (ઉ.વ.૨૨) વચ્ચે પડતાં તેને પણ માર મારતાં બંને બહેનો સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે થોરાળા પોલીસને જાણ કરી હતી. શેરબાનુબેને કહેવા મુજબ પતિને બીજી સાથે લફરૂ હોઇ પોતે રિસામણે છે. સંતાનમાં એક દિકરો છે. પતિ વિરૂધ્ધ ખાધાખોરાકીનો કેસ પણ કર્યો છે. પોતાને રાતે પતિએ વાત કરવા બોલાવતાં પોતે ગઇ હતી. પાછળ પાછળ બહેન મહેંદી પણ આવી હતી. ઘરે લઇ ગયા બાદ પતિ અને સાસુ રશીદાબેને મળી મારકુટ કરી હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(12:53 pm IST)