Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

NTPC ઉમેદવારોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોમાં લાગશે વધારાના કોચ

રાજકોટ, ૧૧ : NTPC ઉમેદવારોની સુવિધા માટે, પヘમિ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોમાં અસ્‍થાયી રૂપે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્‍યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.:

૧. ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા - જામનગર હમસફર એક્‍સપ્રેસ માં ૧૩.૦૬.૨૦૨૨ ના રોજ વધારાના બે સેકંડ સ્‍લીપર કોચ.

 ૨. ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગર - બાંદ્રા હમસફર એક્‍સપ્રેસમાં ૧૪.૦૬.૨૦૨૨ ના રોજ બે વધારાના બીજા સ્‍લીપર કોચ.

૩. ટ્રેન નંબર ૧૯૦૧૫ મુંબઈ સેન્‍ટ્રલ - પોરબંદર સૌરાષ્‍ટ્ર એક્‍સપ્રેસમાં ૧૪.૦૬.૨૦૨૨ ના રોજ બે અને ૧૭.૦૬.૨૦૨૨ના રોજ ચાર વધારાના સેકંડ સ્‍લીપર કોચ.

૪. ટ્રેન નંબર ૧૯૦૧૬ પોરબંદર - મુંબઈ સેન્‍ટ્રલ સૌરાષ્‍ટ્ર એક્‍સપ્રેસમાં ૧૪.૦૬.૨૦૨૨ અને ૧૫.૦૬.૨૦૨૨ ના રોજ ચાર અને ૧૭.૦૬.૨૦૨૨ ના રોજ વધારાના બે સેકંડ સ્‍લીપર કોચ.

૫. ટ્રેન નંબર ૨૨૯૫૭ અમદાવાદ-વેરાવળ એક્‍સપ્રેસમાં ૧૪.૦૬.૨૦૨૨ ના રોજ બે અને ૧૭.૦૬.૨૦૨૨ના રોજ ચાર વધારાના સેકંડ સ્‍લીપર કોચ.

૬. ટ્રેન નંબર ૨૨૯૫૮ વેરાવળ-અમદાવાદ એક્‍સપ્રેસમાં ૧૪.૦૬.૨૦૨૨ અને ૧૫.૦૬.૨૦૨૨ ના રોજ બે વધારાના સેકંડ સ્‍લીપર કોચ

(1:10 pm IST)