Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

રૂડાનું ૫૪૦ કરોડનું વિકાસલક્ષી બજેટ

મોટા મવા - મુંજકા - માધાપર - ઘંટેશ્વરએ ૪ ગામોની પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદગી : કલેકટર દ્વારા સરકારમાં દરખાસ્તઃ રીંગ રોડ-૨ માટે ૩૪૭ કરોડની ફાઇલો મૂકાઇ

રાજકોટ તા. ૧૦ : બજેટોની મોસમ શરૂ થઇ છે, અને રૂડા રાજકોટ લેવલે ફર્સ્ટ રહ્યું છે. રૂડામાં ચેરમેન અને વર્તમાન કલેકટર ડો. વિક્રાંત પાંડેએ પોતાના સીઇઓ તથા અન્ય કનિદૈ લાકિઅ અધિકારીઓ સાથે સતત બે દિ' મીટીંગ કરી રૂડાનું ૫૪૦ કરોડનું વિકાસલક્ષી બજેટ તૈયાર કરી રાજ્ય સરકારમાં સ્વીકૃતિ અર્થે મોકલી દિધાનું ઉચ્ચતમ કનિદૈ લાકિઅ સાધનોએ ઉમેર્યું અકિલા હતું. આ ૫૪૦ કરોડના વિકાસલક્ષી બજેટમાં ત્રણ મોટા પ્રોજેકટની ખાસ દરખાસ્ત કરાઇ છે. જેમાં રીંગ રોડ ૨-૩માં જામનગર રોડથી કનિદૈ લાકિઅ કાલાવાડ રોડ, કાલાવાડ રોડથી ગોંડલ રોડ, ગોંડલ રોડથી ભાવનગર રોડ અને ભાવનગર રોડથી અકીલા અમદાવાદ રોડને ટચ કરતો રીંગ રોડ બનાવવા અંગે ૩૪૭ કરોડની કનિદૈ લાકિઅ મહત્વની દરખાસ્ત થઇ છે. આ ઉપરાંત કુલ ૫૪ ગામોમાંથી રાજકોટ નજીકના ૪ મહત્વના ગામો, મોટામવા, મુંજકા, માધાપર અને ઘંટેશ્વરની પાયલોટ પ્રોજેકટ કનિદૈ લાકિઅ તરીકે પસંદગી કરાઇ છે. જેમાં મોટામવા, મુંજકા, માધાપરમાં આંતરિક રસ્તા - લાઇટો બાદ હવે ૩૧ કરોડના ખર્ચે ઘરે-ઘરે પાણીની પાઇપ લાઇન યોજના કનિદૈ લાકિઅ તથા ઘંટેશ્વર ગામ માટે ૧૧૭ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર યોજના અંગે વિકાસલક્ષી દરખાસ્ત થયાનું ઉમેરાયું હતું.

 

(9:58 am IST)