Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કોરોનાના નામે નિયમોનો ઉલાળીયોઃ મેડીકલની ઉત્તરવહી ઘરે ચકાસવામાં ૪ સભ્યોને નોટીસ

મેડીકલ ફેકલ્ટીના ડીન કોલેજ ડીન અને સેન્ડર એન્ડ સ્વીકારનારને ખુલાસો કરવા કુલપતીની તાકીદ

રાજકોટ તા. ૧૦ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌથી વધુ વિવાદાસ્પદ તબીબી વિદ્યાશાખામાં વિવાદ સમતો જ નથી. પાસ કરાવવા પરીક્ષક બદલવા, મુલ્યાંકન કેન્દ્ર બદલવું, સહિતના મુદે ભારે આક્ષેપબાજી થતી આવી છે. ત્યારે કોરોના નામે વધુ એક કળા થઇ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

કોરોનાની સ્થતીમાં યુનિવર્સિટી ખાતે કેમેરાની દેખરેખ હેઠળ મેડીકલ ફેકલ્ટીની ઉતરવહીઓ ચકાસવામાં આવતી પરંતુ મેડીકલ ફેકલ્ટીના નિર્ણય કરતા એક વ્યકિતએ કેમેરાની જગ્યાએ જામનગર - રાજકોટ અને સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાં ઉતરવહી ચકાસવાનો નિર્ણય થયો હતો. તેની સામે પણ જાણકાર વર્તુળોએ રજૂઆત કરી હતી. પરંતુ કુલપતિ-કુલનાયક અને કેટલાક સીન્ડીકેટ સભ્યોએ રજૂઆત સાંભળી ન હતી.

કોલેજમાં ઉમેદવારી ચકાસવાને બદલે ઘરે ઉત્તરવહીનું  મુલ્યાંકનથી ચોંકી ઉઠેલા કુલપતિ નિતીન પેથાણીએ જીણવટભરી તપાસ હાથ ધરીને કોઇની શેરમાં આવ્યા વગર નિર્ણય કર્યો છે.

મેડીકલ ફેકલ્ટીમાં ઉતરવહી મૂલ્યાંકનમાં નિયમ ભંગ કરનાર મેડીકલ ફેકલ્ટીના ડીન મેડીકલ કોલેજ ડીન અને ઉત્તરવહી મોકલનાર અને સ્વીકારનારને નોટીસ પાઠવી ખુલાસો પૂછયો છે.

(3:18 pm IST)