Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

આડેધડ વાહનો પાર્ક કરનારા સામે પોલીસની ઝુંબેશઃ ૨૪ ચાલકો સામે કાર્યવાહી

એ-ડિવીઝન, બી-ડિવીઝન, માલવીયાનગર પોલીસની કામગીરી

રાજકોટ, તા. ૧૦ :. શહેરના અલગ અલગ વિસ્તારમાં આડેધડ વાહનો પાર્ક કરનારા વાહન ચાલકો સામે પોલીસે ઝુંબેશ ઉઠાવી ખાણીપીણીની રેકડી ધારકો અને વાહન ચાલકો મળી ૨૪ વ્યકિત સામે કાર્યવાહી કરાઈ છે.

મળતી વિગત મુજબ શહેરમાં ટ્રાફીક સમસ્યાને નિવારવા માટે જુદા જુદા વિસ્તારોમાં થતા આડેધડ પાર્ક કરનારા વાહન ચાલકો સામે પોલીસે ઝૂંબેશ હાથ ધરી છે ત્યારે ગઈકાલે એ-ડિવીઝન પોલીસે એસ.ટી. બસ સ્ટેશન પાસે, કરણપરા ચોક પાસે યાજ્ઞિક રોડ પર ટ્રાફીકને અડચણ રૂપ ત્રણ ઓટો રીક્ષા અને એક ખાણીપીણીની રેકડી ધારક સહિત ચાર સામે તથા બી-ડિવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી અને ભગવતીપરામાં ટ્રાફીકને અડચણરૂપ ઈકો, અર્ટીકા તથા ઓટો રીક્ષા રાખનારા ૧૭ ચાલકો સામે તથા ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ પર નિલકંઠ કોમ્પ્લેક્ષ પાસે 'વ્હી ગોંડલ' નામની ખમણની રેકડી ધારક સામે તથા ગાંધીગ્રામ પોલીસે દોઢસો ફુટ રોડ પર વેસ્ટ ગેઈટ સામે ઓટો રીક્ષા ચાલક સામે તથા માલવીયાનગર પોલીસે નાનામવા મેઈન રોડ પર લક્ષ્મીનગર ચોક પાસે ખાણીપીણીની લારી ધરાવનાર વેપારી સામે કાર્યવાહી કરી હતી.

(3:34 pm IST)