Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

બેંડ-ઢોલની સુરાવલીઓ સાથે દાદાનું સ્વાગત : ત્રિકોણબાગ અને સર્વેશ્વર ચોકમાં વાજતે ગાજતે સ્થાપન

રાજકોટ : આજે ભાદરવી ચતુર્થી સાથે ગણેશ મહોત્સવનો વાજતે ગાજતે પ્રારંભ થયો છે. શહેરમાં ત્રિકોણબાગ ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા 'ત્રિકોણબાગ કા રાજા' નું આજે બેંડ અને ઢોલની સુરાવલીઓ સાથે સ્થાપન કરાયુ હતુ. ગણપતિ બાપાના જય જયકારથી આખો ચોક ગજાવી દેવાયો હતો. ઉપરની હરોળની તસ્વીરોમાં બેંડની ધબધબાટી સાથે ગણપતિદાદાના સામૈયા થતા નજરે પડે છે. બાજુની તસ્વીરમાં જીમીભાઇ અડવાણી અને મહોત્સવ સમિતિના ભાઇઓ પૂજા આરતી કરતા નજરે પડે છે. જયારે નીચેની હરોળની તસ્વીરો ડો. યાજ્ઞીક રોડ પર સર્વેશ્વર ચોકની છે. સર્વેશ્વર ચોક ગણપતિ મહોત્સવના પ્રમુખ કેતનભાઇએ જણાવ્યા મુજબ કોવિડ ગાઇડ લાઇનને અનુસરીને ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ છે. આજે સવારે સર્વેશ્વર ચોકના પંડલામાં દુંદાળા દેવની શિલ્પકૃતિની ઝાંખી કરાવે તેવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ભુદેવોના વૈદીક મંત્રોચ્ચાર સાથે સ્થાપન કરાયુ હતુ. જે તસ્વીરોમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:32 pm IST)