Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ફલેટ લીધા પછી બિલ્ડરે દસ્તાવેજ ન કરી આપતાં દિવ્યેશ કુકડીયાએ ઝેર પી લીધું

સાધુ વાસવાણી રોડ પર રહેતાં યુવાને રૈયાધારના રસ્તે પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૦: સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાસે રહેતાં દિવ્યેશ રામજીભાઇ કુકડીયા (ઉ.વ.૨૮) નામના યુવાને રામાપીર ચોકડીથી રૈયાધાર તરફના રસ્તા પર રાતે નવેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

દિવ્યેશ ફર્નિચર કામની મજૂરી કરે છે. તે બે ભાઇમાં નાનો છે. તેના મોટાભાઇ વિશાલભાઇના કહેવા મુજબ અમે નવા ૧૫૦ રીંગ રોડ પર નાગેશ્વર નજીક ચાર વર્ષ પહેલા ૨૩ા લાખમાં કોૈટીલ્ય બોરીસાગર મારફત ફલેટ લીધો છે. આ ફલેટ લોન પર મારા, ભાઇ દિવ્યેશ અને માતાના નામે લીધો છે. બિલ્ડરે દસ્તાવેજ કરી આપ્યો ન હોઇ અમારે લોનનું વ્યાજ ચડી રહ્યું હોઇ આ કારણે ટેન્શનમાં આવી દિવ્યેશે આ પગલુ ભર્યુ હતું. જો કે સારવાર બાદ હાલત ભયમુકત બની છે. બિલ્ડરે ચાર લોકોને દસ્તાવેજ કરી નહિ આપ્યાનું પણ વિશાલભાઇએ કહ્યું હતું.

(1:02 pm IST)