Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ભાયાવદરના મોટી વાવડી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ પતાપ્રેમીઓ ઝડપાયા

રાજકોટ, તા., ૧૦: ભાયાવદરના મોટી વાવડી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા.

મોટી વાવડી ગામની આથમણી સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા હેડ કોન્‍સ્‍ટેબલ જેન્‍તીભાઇ  મકવાણા સહીતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા પ્રદીપ ઉર્ફે ચીકુ બાવનજી કોરડીયા, ગોરધન ગોપાલભાઇ ડઢાણીયા તથા શામજી પુંજાભાઇ વિંજુડા (રહે. ત્રેણેય મોટી વાવડી), શાંતીલાલ છગનમાઇ ગોવાણી (રહે. સુપેડી) રમણીક ભગવાનભાઇ ધામી (રહે. સોડવદર), સુખદેવ બટુકભાઇ સોલંકી(રહે. સ્‍વામી સાોેસાયટી-ઉપલેટા) તથા નાથા ભુરાભાઇ આરદેશણા (રહે. કલારીયા, તા. ઉપલેટાને રોકડા રૂપીયા  ૧૯,૧૩૦ અને બાઇક મળી કુલ ૪૯, ૧૩ં૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરજી કાર્યવાહી કરી હતી.

(11:45 am IST)