Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

લોભ લાલચને ફગાવી ગુજરાતે ખમીર બતાવ્‍યું : ગોવિંદ પટેલ

રાજકોટ,તા. ૯ : ગુજરાત મતદારોએ નરેન્‍દ્રભાઇ મોદીનું નેતૃત્‍વ ભાજપની સંગઠન શકિત અને ૨૭ વર્ષના ગુજરાત વિકાસના મોડેલને સ્‍વીકારીને જે ઐતિહાસિક વિજય અપાવ્‍યો છે. તે બદલ સમગ્ર ગુજરાતનો મતદાર અભિનંદનને પાત્ર છે તેમ એક યાદીમાં ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યું છે.

ગોવિંદભાઇએ જણાવ્‍યું છે કે વિપક્ષમાં નેતાગીરી પ્રત્‍યે લોકોનો અવિશ્વાસ અને સંગઠન માળખાના અભાવે કોંગ્રેસ અને અન્‍ય પક્ષના લોકોને જનતાએ જાકારો આપ્‍યો છે. ગુજરાતનો મતદાર જુઠાણાઓ લોભ લાલચમાં પણ ફસાણો નથી તે ગુજરાતનું ખમીર અને ખુમારીના દર્શન કરાવે છે. 

(4:22 pm IST)