Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાજપ બ્રહ્મ પરીવાર કાર્યાલયે ઉજવાયો વિજયોત્સવ

રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરીણામ આવી ગયુ છે અને રાજયમાં ભારતીય જનતા પાર્ટીને તોતીંગ બહુમતીથી જીત હાંસલ થતા  સર્વત્ર કેસરીયો માહોલ સર્જાયો છે અને દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તથા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જીન સરકારના અથાક પ્રયત્નોથી રાજયમાં ભારતીય જનતા પાર્ટીને તોતીંગ બહુમતી મળી છે.  ત્યારે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય અને તેમાં બ્રાહમણોનું મહત્વનું યોગદાન રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાતમાં ઉતરપ્રદેશની પેર્ટન મુજબ બ્રહમ કમિટિની રચના કરવામાં આવેલ, જેના ચેરમેન તરીકે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ  જવાબદારી સંભાળેલ, તે અંતર્ગત સૌરાષ્ટ્રમાં રાજયસભાના સાંસદ  રામભાઈ મોકરીયા દ્વારા બ્રહમસમાજના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવેલ અને રાજકોટ મહાનગરની ચારેય વિધાનસભામાં પણ બ્રાહમણોને જવાબદારી  સોંપી માઈક્રોપ્લાનીંગ સાથે આયોજન કરવામાં આવ્યુ હતું. લોકશાહીના આ મહાયજ્ઞમાં રાજકોટ શહેરમાં સમાવિષ્ટ વિધાનસભા ૬૮– રાજકોટ પૂર્વ, ૬૯–પશ્ચીમ, ૭૦–દક્ષીણ, ૭૧– ગ્રામ્યમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા ભાજપ બ્રહમપરિવાર દ્વારા મારૃતી હાઉસ ખાતે વિજયોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનિલભાઈ દેશાઈ, પિયુષભાઈ શાહ, જીતુભાઈ મહેતા, પી.સી. વ્યાસ, કીરીટભાઈ પાઠક, અજયભાઈ જોષી, બંકીમભાઈ મહેતા, કશ્યપભાઈ ભટૃ, અશ્વીનભાઈ મહાલીયા, તુષારભાઈ બસલાણી, તરૃણભાઈ માથુર, અશ્વીનભાઈ ગોસાઈ, એન.ડી. ચાવડા, આબીદ સોસન, કમલેશ ડોડીયા, બકુલભાઈ જાની, અનીલ ગોગીયા, જયેશભાઈ સંઘાણી, મોનીશાઈ જોષી, સીમર રાણીંગા સહિતના ઉપસ્થિત રહેલ. આ તકે રાજયસભાના સાંસદ અને બ્રહમ કમિટિના ચેરમેન રામભાઈ મોકરીયાએ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલ હતી. 

(4:16 pm IST)