Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગાયિકા સંજીવની ભેલાંદેના વિવિધ આલ્‍બમ્‍સે ધૂમ મચાવી છે..!

રવિવારે રાજકોટના સંગીતપ્રેમીઓને તરબોળ કરશે : સંજીવની ભેલાંદેના અનેક સંગીત આલ્‍બમ્‍સને લાખો વ્‍યૂઝ મળ્‍યા છેઃ તાલ- તરંગ કલબના સથવારે આ કાર્યક્રમ માણવા હવે આળસ કરવી પાલવે તેમ નથી

સંજીવનીએ ‘રાગ ઇન એ ગીત' નામનું એક અનોખું આલ્‍બમ બનાવ્‍યું છે. આ શાષાીય આધારિત ગીતો અથવા બંદિશ છે, જે ગીતના ફોર્મેટમાં રેકોર્ડ કરવામાં આવ્‍યા છે, જેમાં સંજીવનીએ લખેલા ગીતો છે. તેના ગીતો ‘ઘર જાને દે' અને ‘લત્ત ઉલ્‍ઝી'ને ખૂબ વખાણવામાં આવ્‍યા છે. તેણીએ પ્રોડ્‍યુસ કર્યું છે, કંપોઝ કર્યું છે, લખ્‍યું છે, ગાયું છે અને આ ગીત ફોર્મેટમાં ૧૨ રાગો પણ રેકોર્ડ કર્યા છે. તેણીએ રાગ બાગેશ્રીમાં તેના ફ્‌યુઝન ગીત ‘ના દારો રંગ' માટે તમામ શૈલીઓમાં શ્રેષ્ઠ સંગીતકાર અને શ્રેષ્‍ઠ ગાયક (હિન્‍દુસ્‍તાની શાષાીય) માટે CLEF એવોર્ડ પણ જીત્‍યો હતો. તેણીએ તેમના દ્વારા રચિત ઠુમરી અને ગઝલો પણ રેકોર્ડ કરી છે. સંજીવનીના અન્‍ય આલ્‍બમમાં જૈન આલ્‍બમ જીનવાણી કી દોર, ભકતામર સ્‍તોત્ર અને દર્શનમ પાપનાશનમ નો સમાવેશ થાય છે. ‘ગંણગૌર' તેનું રાજસ્‍થાની ગીતોનું આલ્‍બમ છે જે તેણે શ્રીમતી કિરણ ખેરૂકા માટે રેકોર્ડ કર્યું છે. સંજીવનીના વિવિધ આલ્‍બમ્‍સે રીતસર ધૂમ મચાવી છે.

વધુમાં સ્‍વર સામ્રાગી સંજીવનીએ યુટ્‍યુબ પર પણ ધૂમ મચાવી છે. તમને જાણીને નવાઇ લાગશે પણ સંજીવની ભેલાંદેની ૧૫૦,૦૦૦ થી વધુ સબ્‍સ્‍ક્રાઇબર્સ સાથેની યુટ્‍યુબ ચેનલ છે. તેના ઘણા વિડિયોને મિલિયન પ્‍લસ વ્‍યૂઝ મળ્‍યા છે. તેમાંય ‘નિગાહેં મિલાનેકો' ગીતને ૫ મિલિયન વ્‍યૂઝ, ‘આયેગા આનેવાલા' ગીતને ૨.૫ મિલિયન વ્‍યૂઝ, ‘આપકી નજરોને સમજા', ‘ઝુમકા ગિરારે',  ‘રાતકા સમા', ‘એક પ્‍યાર કા નગમા', ‘વાદા કરો નહીં છોડોગે'વગેરે અનેક ગીતોને ૧ મિલિયનથી વધુ વ્‍યૂઝ મળ્‍યા છે. એટલુંજ નહીં સંજીવનીએ મરાઠી, ગુજરાતી, તેલુગુ, બાંગ્‍લા, મારવાડી વગેરે જેવી ૧૪ ભારતીય ભાષાઓમાં પ્‍લેબેક આપ્‍યું છે. સાથે સાથે નેપાળી ભાષામાં સંજીવની પાસે ૧૦૦ થી વધુ સુપરહિટ ગીતો રેકોર્ડ થયેલા છે. તો આવા અદભૂત ગાયિકા સંજીવની ભેલાંદેના કંઠે લાજવાબ ગીતોને માણવા રાજકોટવાસીઓ તૈયાર છો ને? આ અને આવા અવિસ્‍મરણીય કાર્યક્રમોની વણજારમાં કપલ અને ગ્રૂપ સાથે સભ્‍ય બનવા ‘તાલ તરંગ ગ્રૂપ' ભારતીબેન નાયકનો (મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરતજ સંપર્ક કરી શકો છો.

 

તમામ પ્રકારના મ્‍યુઝિકલ શો- ઈવેન્‍ટસમાં ઓલ બોલીવુડ ઈવેન્‍ટના ભારતી નાયકનું અદ્દભુત પ્રભુત્‍વઃ કોઈપણ પ્રસંગોએ ઈવેન્‍ટ્‍સ આયોજન માટે જરૂરથી સંપર્ક કરો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો (સંપર્ક : ભારતી નાયક : ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

(4:08 pm IST)