Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

દુકાન બહાર સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા વેપારીઓ સહીત ૪૮ ઝડપાયા

રાજકોટ તા. ૯ : શહેરમાં કોરોના મહામારીના પગલેજાહેર કરાયેલા જાહેર નામાના અમલ માટે પોલીસ સક્રીય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે અલગ-અલગ વિસ્તારમાં બેકરી, ઇંડાની લારી, ચાની હોટલ, કરિયાણાની અને પાન-કોલ્ડ્રીંકસની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનાર વેપરીઓ સહિત ૪૮ લોકોને પકડી કાર્યવાહી કરી હતી.

એ ડીવીઝન પોલીસે ફોન કેમેરા દ્વારા લક્ષ્મીનગરના નાલા પાસેથી માસ્ક પહેર્યા વગર ઇંડાની લારીમાં વેપાર કરનાર ઇમરાન સતારભાઇ કોંઢીયા (ઉ.૩૦), જયુબેલી ચોક પાસેથી રીક્ષા ચાલક રાજુ લખમણભાઇ સાથરીયા, કોઠારીયાનાકા ચોક પાસેથી રીક્ષા ચાલક લલીત મગનલાલભાઇ પરમાર, ભકિતનગર રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તે તનાજ ઇંડાની લારી ધરાવતા તૌફીક સુલેમાનભાઇ લીંગડીયા, યજ્ઞીક રોડ પરથી રીક્ષા ચાલક મેહુલ વસંતભાઇ અગ્રાવત, માલવીયા ચોક પાસેથી સાગર નરેશભાઇ સાવલાણી, રીક્ષા ચાલક સમીર સલીમભાઇ ટાંક,માલવીયા ચોક પાસેથી રીક્ષાચાલક ધર્મેશ મુકેશભાઇ સરપદડીયા, રીક્ષા ચાલક ગોપાલ ગોરધનભાઇ લાખાણી, તથા બી ડીવીઝન પોલીસ  બ્રાહ્મણીયાપરા  શેરી નં. ૧માં આઝાદ ગોલા નામની દુકાન ધરાવતા લાલા રઘાભાઇ ટોળીયા, સંતકબીર  રડ કનક બસ સ્ટોપ પાસેથી બ્રાહ્મણી કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા પાર્થ રતનશીભાઇ લીંબાસીયા, ડીલકસ પાન નામની દુકાન ધરાવતા નિલેષ હરશીભાઇ ચાંખા, પેડક રોડ પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા પ્રદીપ હંસરાજભાઇ અકબરી, પેડક રોડ પાણીના ઘોડા પાસે બાલક પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા કૈલાસ બાવાભાઇ સુદાણી, તથા થોરાળા પોલીસે સંતકબીર ભોજલરામ સોસાયટી ગાયત્રી બોન્સા સામેથી જીજ્ઞેશ નાથાભાઇ જીંજરીયા તથા ભકિતનગર પોલીસે કોઠારીયા મેઇન રોડ પરથી રીક્ષા ચાલક હાર્દિક, હસમુભાઇ મહેતા, ગુંદાવાડી મેઇન રોડ પર દ્વારકેશ ક્રીએશન નામની દુકાન ધરાવતા બીરેજ રમેશભાઇ કોટક, ગુંદાવાડી મેઇન રોડ પર લીપ્સી ફેશન જેવલરી નામની દુકાન ધરાવતા સુધીર હીમતલાલ રાજા, ગોવિંદનગરમાં કોરોન્ટાઇન કરાયેલ પ્રશાંત ચકુભાઇ ઢોલરીયા, તથા કુવાડવા રોડ પોલીસે નવાગામ (આણંદપર) પાસેથી ગૌરવ હીરેનભાઇ જોષી, મેહુલ બાલુભા જડીયા, મહેશ ગોરધનભાઇ ખમસાણી, વલ્લભ ગોવિંદભાઇ બારૈયા, સાતહનુમાન મંદીર પાસેથી કિશન ગોવિંદભાઇ માટીયા, મેહુલ ઘેલાભાઇ સરવૈયા, સાતળાગામ પાસેથી સંજય ગણેશભાઇ થોરીયા, જયદીપ, રતાભાઇ ગોરીયા, સાગર બચુભાઇ રાઠોડ, હસમુખ કિશોરભાઇ ગઢીયા તથા આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટ હરીદ્વાર સોસાયટી-રમાં ચામુંડા પાન, કોલ્ડ્રીંકસ એન્ડ અનાજ કરીયાણાની દુકાન ધરાવતા રાજ ઇલેશભાઇ ગોંડલીયા, ભાવનગર હાઇવે પરથી રાધેક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા રાજદીપ નાજાભાઇ બરાળીયા તથા માલવીયાનગર પોલીસે મવડી મેઇન રોડ પરથી યોગેશ રામજીભાઇ પરમાર, રાજેશ વાલાભાઇ રાઠોડ, અશોક ગાર્ડન પાસે અમુલ ભુંગળા બટેટા નામની લારી ધરાવતા નીલેષ પ્રવિણભાઇ પરમાર, તથા પ્રનગર પોલીસે શાસ્ત્રી મેદાન પાસે રઝવી એગ્ઝ સેન્ટર નામની રેકડી ધરાવતા નાજીર કાદરભાઇ બરેડી, તથા ગાંધીગ્રામ પોલીસે દોઢસો ફુટ રોડ પરથી રીક્ષા ચાલક લક્ષ્મણ કરશનભાઇ જોગરાણા, ગાંધીગ્રામ એસ.કે. ચોક પાસે કે.એન. જવેલસ નામની દુકાન ધરાવતા જસ્મીન નરેન્દ્રભાઇ નાંઢા, બજરંવાડી પોલીસ ચોકી પાસેથી ઇકો કાર ચાલક ધર્મેન્દ્રસિંહ જસુભા જાડેજા, રૈયા રોડ, પરથી રીક્ષા ચાલક દિનેશ દેવજીભાઇ રાઠોડ, એરપોર્ટ રોડ પરથી રીક્ષા ચાલક પરષોતમ વાલજીભાઇ સમેચા, રીક્ષા ચાલક હાજી સફીકભાઇ વીસળ, રીક્ષા ચાલક રજની કીરીટભાઇ ચૌહાણ, રામાપીર ચોકડી પાસે દ્વારકાધીશ ટી સ્ટોલ ધરાવતા જગદીશ માંડણભાઇ ભરવાડ, તથા તાલુકા પોલીસે પીરામીટ પાર્ટી પ્લોટ સામેથી રીક્ષા ચાલક કિશન સંજયભાઇ, મુંધવા, મવડી ગુંજ ટાઉનશીપ બ્લોક નં.૩૮માં કોરોન્ટાઇન કરાયેલા આનંદ વિનોદરાયભાઇ, કોસીયા, કટારીયા ચોકડી પાસેથી અમીત શાંતિભાઇ લાખાણી, તથા યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ પર પંચાયતનગર પાસેથી નીલકંઠ પાન નામની દુકાન ધરાવતા શૈલેષ પરસોતમભાઇ વાદી, રામાપીર ચોકડી પાસે સંતોશી બેકરી નામની દુકાન ધરાવતા કનૈયા ઇન્દ્રભાઇ બુટાણીને પકડી લીધો હતો.

(3:58 pm IST)