Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ઓર્ગેનિક ફેશીયલ માસ્ક બારનો કન્સેપ્ટ રજૂ કરતાં દિયા અને પાયલ

રાજકોટમાં બે બહેનો દ્વારા 'ધ નેઈલ એન્ડ માસ્ક બાર'નો શુભારંભ : કોઈપણ જાતના કેમિકલનો ઉપયોગ થતો નથી, તદ્દન નેચરલ ઈન્ગ્રીડીયન્ટસનો જ વપરાશ, લાઈવ માસ્ક જ બનાવાશેઃ અવનવી ડિઝાઈનમાં નેઈલ (નખ) આર્ટમાં પણ માસ્ટરીઃ શોખ ધરાવતી યુવતીઓ, મહિલાઓ પહોંચી જજો

તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે લોહાણા અગ્રણી શ્રી રાકેશભાઈ પોપટ અને તેમની બન્ને દીકરીઓ દિયા અને પાયલ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૯: રાજકોટમાં લોહાણા જ્ઞાતિની બે દીકરીઓ દ્વારા યુવતીઓ અને મહિલાઓ માટે  એક અનોખો કોન્સેપ્ટ લાવ્યા છે. હાલમાં યુવતીઓ પોતાના શરીરને ફીટ રાખવા અને સ્કીન (ત્વચા)ને સુંદર રાખવા સૌપ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. ત્યારે ચહેરા ઉપર કોઈપણ જાતના કેમિકલના ઉપયોગ વગર ઓર્ગેનિક ફેશિયલ માસ્ક બારનો કન્સેપ્ટ સૌપ્રથમ રાજકોટમાં લાવ્યા છે.

યુવા અને ટેલેન્ટેડ બહેનો દિયા પોપટ અને પાયલ પોપટ દ્વારા શહેરના ડો.યાજ્ઞિક રોડ ઉપર, ઈમ્પેરીયલ પેલેસ સામે આવેલ માધવ કોમ્પ્લેકસ ખાતેના પ્રથમ માળ (૧૦૮, ૧૦૯) ખાતે તાજેતરમાં જ 'ધ નેઈલ એન્ડ માસ્ક બાર'નો શુભારંભ કર્યો છે. બન્ને બહેનો નેઈલ આર્ટ અને માસ્ક બાર ક્ષેત્રે માસ્ટરી ધરાવે છે.

દીયા અને પાયલ જણાવે છે કે યુવતીઓ અને બહેનો માટે અમારા દ્વારા ચહેરા ઉપર કોઈપણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક ફેશિયલ માસ્ક બાર કરવામાં આવે છે. જેમાં નેચરલ ઈન્ગ્રીડીયન્ટસનો જ ઉપયોગ થાય છે. જેનું રીઝલ્ટ એકદમ સચોટ આવે છે. કોઈપણ આવનાર ગ્રાહકની સામે જ લાઈવ માસ્ક બનાવવામાં આવતું હોવાનું જણાવેલ.

આ માસ્ક બારમાં એપલ માસ્ક, ઓરેન્જ માસ્ક, પાઈનેપલ માસ્ક, ડ્રેગન ફ્રૂટ માસ્ક, કીવી માસ્ક, વોટરમીલન માસ્ક, એવોકાડો માસ્ક, ગ્રેપ્સ માસ્ક, ગૌવા માસ્ક, સ્ટ્રોબરી માસ્ક, પિચ માસ્ક, પપૈયા માસ્ક, કોકોનેટ માસ્ક, બનાના માસ્ક તેમજ ટોમેટો, કુકુંબર, રોઝ, રાઈસ વોટર, એલોવેરા, લેમન, નિમ માસ્ક, ગ્રીન માસ્ક, કોફી માસ્ક, મિલ્ક માસ્ક, સેફોન માસ્ક જેવી વેરાયટીઓ ઉપલબ્ધ છે.

જયારે આજના સમયમાં બહેનો નેઈલ (નખ) આર્ટ બનાવવાનો પણ શોખ ધરાવતા હોય છે. ત્યારે દિયા પોપટ અને પાયલ પોપટ જણાવે છે કે ગ્રાહકને જે ડીઝાઈન પસંદ હોય તેવી ડીઝાઈનવાળા નેઈલ આર્ટ કરી આપવામાં આવે છે. તેઓ જણાવે છે કે કોઈ બહેનો નેઈલ આર્ટની તાલીમ લેવા ઈચ્છુક હોય તો તેઓને તાલીમ પણ આપવામાં આવશે. જેના વર્ગો પણ શરૂ કરાશે.ઙ્ગ

દિયા અને પાયલ જણાવે છે કે હાલ લોકો ખૂબ સ્ટ્રેશવાળુ જીવન જીવી રહ્યા છે. આજની ભાગદોળવાળા જીવનમાં ઓર્ગેનિક ફેશીયલ માસ્કથી તેઓને ખૂબ જ ફાયદો થશે. આ બન્ને બહેનોએ ઓર્ગેનિક ફેશીયલ માસ્ક બાર અને નેઈલ આર્ટની વિશેષ તાલીમ પણ લીધી હોવાનું પણ જણાવેલ.

યુવતીઓ- બહેનોએ અહિં અચૂક મુલાકાત લેવા જેવી છે

ધ નેઈલ એન્ડ માસ્ક બાર ૧૦૮- ૧૦૯, પ્રથમ માળ, માધવ કોમ્પ્લેક્ષ, ઈમ્પેરીયલ પેલેસ સામે, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ મો.૯૪૦૮૦ ૫૫૫૫૫, મો.૭૫૭૨૯ ૦૦૦૨૭

(3:41 pm IST)