Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મેટોડા GIDC નજીક થયેલ ST બસ અને કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત કૃપાલી ગજ્જરનું મૃત્યુ

રાજકોટના કાલાવાડ રોડ પર મેટોડા GIDC નજીક થયેલા વિદ્યાર્થીઓની કારના અકસ્માતમાં ઇજાગ્રસ્ત કૃપાલી ગજ્જર નામની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. કૃપાલી ગજ્જરનું અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે કૃપાલીની સર્જરી કરવાની હતી તે પહેલાં જ અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયું છે. આ ઘટનાને લઈ પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ચાર દિવસ પહેલા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 4 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. મૃતક નિશાંત દાવડા, ડો, સિમરન ગિલાની, આદર્શ ગોસ્વામી અને ફોરમ ધ્રાંગધરિયા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા. આ ઉપરાંત બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજા પહોંચી હતી.

(12:42 am IST)