Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબાના નિવાસસ્થાને ૧૧૧૧ શિવલીંગ નિર્માણઃ અમાસ સુધી પૂજન

રાજકોટઃ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે આજે પ્રથમ સોમવારથી અમાસ સુધી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના નિવાસસ્થાને ૧૧૧૧ (એક હજાર એકસો અગીયાર) માટીના શિવલિંગ બનાવી શિવપુજા  તથા અર્ચન કરવામાં આવી રહી છે. તે વખતની તસ્વીરમાં ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા ભકિતભાવથી માટીના શિવલીંગનું પુજન કરી રહેલા ત્થા બાજુની તસ્વીરમાં પુજા સ્થળ અને સ્થાપન દર્શાય છે.

(5:01 pm IST)