Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મહિકામાં છુટાછેડા કરાવી દેવાનું કહી વૃધ્ધ ચમનભાઇને જીતુ મોલીયાએ માર માર્યો

વૃધ્ધની આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ

રાજકોટ, તા.૯: મહિકા ગામમાં રહેતા વૃધ્ધને 'તમે મારૂ સગપણ કરાવી આપેલ તે પત્નિ સાથે છૂટાછેડા કરાવી આપો' કહી ગામમાં જ રહેતા શખ્સે લાકડી વડે માર માર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મહિકા ગામે રહેતા કેટરર્સના ધંધાર્થી ચમનભાઇ પ્રેમજીભાઇ વસાણી (ઉ.વ.૬૦)એ આજીડેમ પોલીસ મથકમાં ગામના જ જીતુ વલ્લભભાઇ મોલીયા સામે ફરીયાદ નોંધાવી છે. ચમનભાઇએ ફરીયાદમાં જણાવ્યુ છે કે, પોતે ગઇકાલે મહિકા ગામની ખેરડી ગામના જૂના માર્ગ પર આવેલા પોતાના ખેતરે હતા ત્યારે ગામમાં જ રહેતો જીતુ વલ્લભભાઇ મોલીયા પોતાની પાસે આવીને કહેલ કે 'તમે મારૂ સગપણ કરાવી આપેલ તે પત્નિ ભાવના હવે મારે જોઇતી નથી, મારૂ તમે છુટુ કરાવી આપો' તેમ કહેતા પોતે કહેલ કે, તારે ભાવના સાથે છૂટાછેડા લેવા હોય તો ભાવનાના પરિવારને અને તારી પત્નિ ભાવનાને વાત કર, મારાથી કોઇનું છુટુ થઇ શે નહી' તેમ કહેતા જીતુ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો દેવા લાગેલ જેથી પોતે તેને ગાળો આપવાની ના પાડતા જીતુએ લાકડી વડે માર મારતા પોતાના ડાબા પગમાં તથા ઝપાઝપી કરી વિખોડીયા ભરી ઇજા કરી હતી. પોતે દેકારો બોલાવતા આસપાસની વાડીમાંથી લોકો એકઠા થતા જીતુ મોલીયા ભાગી ગયો હતો. બાદ પોતે આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ એમ.ડી.પરમારે તપાસ હાથ ધરી છે.

(4:51 pm IST)