Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ભાણવડમાં ભાગીદારીમાં કારખાનુ ધરાવતાં રાજકોટના કમલેશ કારેણાએ ઝેર પી લીધું

ગેસ લાઇટરના ધંધામાં ભાગીદાર ભીખુભાઇ સાથે માથાકુટ થતાં પગલુ ભર્યાનું સગાનું કથન

રાજકોટ તા. ૯: જામનગર રોડ ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે આસ્થા સોસાયટીમાં રહેતાં કમલેશભાઇ દેવશીભાઇ કારેણા (સગર) (ઉ.વ.૩૬) નામના યુવાને ૧૫૦ રીંગ રોડ પર ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

કમલેશભાઇને સંતાનમાં એક પુત્ર છે. તેના સગાના કહેવા મુજબ કમલેશભાઇએ ભાણવડમાં ત્યાંના રહેવાસી ભીખુભાઇ કારેણા સાથે ગેસ લાઇટરનું ભાગીદારીમાં કારખાનુ ચાલુ કર્યુ હતું. તેના પાંચ લાખના હિસાબ મામલે ભાગીદારે માથાકુટ કરી હવે કારખાને આવવું હોય તો પૈસા લઇને જ આવજે તેમ કહી કમલેશભાઇને તેનો સામાન પણ કારખાનામાંથી કાઢવા ન દેતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ છે. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:51 pm IST)