Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી દ્વારા બી.એડ પ્રવેશ કાર્યવાહીનો ઓનલાઇન પ્રારંભ

રાજકોટ તા.૯: સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી દ્વારા ૨૦૨૨-૨૩ના શૈક્ષણીક વર્ષ માટે બી.એડ પ્રવેશ જાહેરાત પ્રસિધ્‍ધ કરવામાં આવી

વર્ષ ૨૦૨૨-૨૩ માં બી.એડ્‍. અભ્‍યાસક્રમમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે નહી. સ્‍નાતકના માકર્સને આધારે એડમિશન આપવામાં આવશે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સેલ્‍ફ ફાઇનાન્‍સ કોલેજોમાં બી.એડ્‍. બે વર્ષનો અભ્‍યાસક્રમ ચાલે છે. આ બે વર્ષના અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે નીચે મુજબની ઓનલાઇન અરજી કરવાની રહેશે.

વિદ્યાર્થી વેબસાઇટ www.sauedu.in અથવા એન્‍ડ્રોઇડ એપ્‍લિકેશન"saurashtra universitu B.Ed. 2022 23" દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે

નિયમિત ફી (૪૫૦/-) સાથે ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદા તારીખ ૦૯/૦૬/૨૦૨૨ થી ૩૦/૦૬/૨૦૨૨ સુધીની રહેશે.

મેનેજમેન્‍ટ કવોટામાં પ્રવેશ મેળવવા ઇચ્‍છનારે પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પ્રવેશ પાત્રતાઃ NCTE ના નિયમ પ્રમાણ ેSC, ST અને  SEBC  કેટેગરી સિવાયના વિદ્યાર્થીઓ માટે સ્‍નાતક કક્ષાએ અથવા અનુસ્‍નાતક કક્ષાએ લઘુતમ ૫૦ ટકા (૪૯.૫૦% થી ૫૦% વચ્‍ચેના)ે SC, ST અને SEBC કેટેગરીવાળા વિદ્યાર્થીઓને ૫ ટકા છુટ મળશે.) પ્રવેશપાત્રતા ન ધરાવતા ઉમેદવારના ફોર્મ આપોઆપ પ્રવેશ સમિતિ રદ કરશે માટે લાયકાત મુજબ ટકા ન ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી નહિ.

સામાજીક અને આર્થિક પછાત SEBC કેટેગરીવાળા વિદ્યાર્થીઓએ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તેવું પ્રમાણપત્ર (નોન  ક્રિમિલેયર) વર્ષઃ ૨૦૨૨-૨૩ માટેનું માન્‍ય હોય તેવું જોડવાનું રહેશે.

પ્રવેશ સબંધી કોઇપણ પ્રકારની પૂછપરછ માટેનું સ્‍થળ : ચેરમેનશ્રી.બી.એડ્‍. પ્રવેશઃ ૨૦૨૨-૨૩ આંકડાશાષા ભવન, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ, રાજકોટ

(4:51 pm IST)