Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ગ્રામ સભાઓથી ગામડા ગજાવવાઆમ આદમી પાર્ટી દ્વારા તાલીમ વર્ગ

રાજકોટ, તા. ૯ : આમ આદમી પાર્ટી ગુજરાતના ત્રીજા વિકલ્‍પ તરીકે ઉભરી રહી છે. આ વખતની સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી ધ્‍યાને લઇ ગુજરાતના દરેક ગામોમાં ગ્રામ સભા દ્વારા ગામડે-ગામડે આમ આદમી પાર્ટીની વિચારધારા પહોચાડવા આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દરેક ગુજરાતના ગામોમાં જન સંવાદ કરવા જઇ રહી છે.

આમ આદમી પાર્ટીનીઆ વિચારધારાને વેગ આપવા રાજકોટ ખાતે સૌરાષ્‍ટ્ર ઇષ્‍ટઝોનના તમામ પદાધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં ગુજરાતના પ્રભારી રાજય સભા સાંસદ ડો. સંદીપ પાઠકજીએ ડિઝીટ માધ્‍યમથી કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. ત્‍યારબાદ પ્રવેશ મહામંત્રી મનોજભાઇ સોરઠીયા, આપનેતા ઇન્‍દ્રનીલ રાજગુરૂ, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ દ્વારા કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

આમ આદમી પાર્ટી ગુજરાતના છેવાડા સુધી ગામડામાં રહેતા માણસો સુધી જઇ ગ્રામ સભા યોજી જનસંવાદ કરશે. જેમાં ગામના વિકાસના પ્રશ્નોની ચર્ચા, ખેતીવાડી, પાણી, સસ્‍તાઓ, વિજળી વગેરે ગામની વિવિધ સમસ્‍યાઓ ચર્ચાશે જેમાં આમ આદમી પાર્ટીના વિચારનો ગ્રામજનો સુધી પહોંચાડાશે. આ માટે યોજાયેલ ટ્રેનિંગ કાર્યક્રમમાં આભાર વિધિ રાજભા ઝાલા દ્વાર કરવામાં આવી હતી. રાજકોટ શહેર પ્રમુખ શિવલાલ પટેલ, જિલ્લા પ્રમુખ તેજસભાઇ ગાજીપરા સહિતના સૌરાષ્‍ટ્રના અલગ અલગ જિલ્લા, શહેર પ્રમુખ પ્રભારીઓ હાજર રહ્યા હતા.

(4:00 pm IST)