Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

રઘુવંશી વેવિશાળ કેન્‍દ્ર ચલાવતા કિરીટભાઇ કેસરીયાનો જન્‍મ દિવસ

રાજકોટ તા.૯ : સૌરાષ્‍ટ્રના સેવાક્ષેત્રમાં અનેક સંસ્‍થા સાથે જોડાયેલા કિરીટભાઇ કેસરીયાનો આજે જન્‍મ દિવસ છે.કિરીટભાઇ છેલ્લા ર૦ વર્ષથી લોહાણા જ્ઞાતિના દિકરા-દિકરીના વેવિશાળના મુદ્દે કાર્યરત છે. સમગ્ર ભારતમાં ભારતમાં નવા જમાનાને અનુરૂપ વોટસએપ દ્વારા ૬૦ ગ્રુપ ચલાવી રહ્યા છ.ે  છેલ્લા બે વર્ષમાં પ૦૦ દિકરીઓના સગપણ તથા કોરોના કાળમાં, છેલ્લા સવા વર્ષ દરમ્‍યાન, રરપ થી વધારે સગપણ કરાવવામાં કિરીટભાઇ કેસરીયા નિમીત બન્‍યા છ.ે કિરીટભાઇ આ ઉપરાંત અનેક મેરેજ બ્‍યુરોમાં પોતાની નિઃસવાર્થ સેવા આપી રહ્યા છે. રેસકોર્સ કલબ, લોહાણા મહાજન કમીટી મેમ્‍બર, પદે સેવા આપી ચુકયા છે. ઉપરાંત લોહાણા મહાપરિષદ મેનેજ બ્‍યુરો કમીટી, અખિલ ગુજરાત લોહાણા સમાજ, અખિલ સૌરાષ્‍ટ્ર રઘુવીર સેના, રઘુવંશી પરિવાર સહિતની જ્ઞાતિ સંસ્‍થાઓમાં સતત સક્રિય છે. બિલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ યાદગાર યુવક મંડળમાં પ્રમુખપદે સેવા આપી રહ્યા છ.ે રઘુવંશી સમાજના મુક સેવક કિરીટભાઇ કેસરીયાને જન્‍મદિન નિમિતે મો. ૭૯૮૪પ ૦૭૭૭૦ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છ.

(4:29 pm IST)