Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

મધર્સ ડે નિમિતે પ્રસુતાઓને શુધ્‍ધ ઘીનું વિતરણ

કુપોષણ મુક્‍ત રાજ્‍યના ઉદ્દેશ્‍ય સાથે વાસ્‍તુ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારખ મધર્સ ડેની પ્રિ-સેલિબ્રેશન થઇ રહ્યું છે. જે અંતર્ગત રાજ્‍યના વિવિધ શહેરોમાં જરૂરતમંદ પ્રસુતાઓને શુધ્‍ધ ઘીનું વિતરણ કરાઇ રહ્યું છે. પ્રસુતિ સમયમાં પોષણયુક્‍ત ખોરાક લેવામાં આવે તો માતા અને બાળકની તબિયત સારી રહે છે. એવા અભિગમથી જ વાસ્‍તુ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટમાં સિવિલ હોસ્‍પિટલના પ્રસૂતા વોર્ડમાં શનિવારે તમામ પ્રસૂતા બહેનોને શુધ્‍ધ ઘીનું વિતરણ કરાયું હતું.

(3:59 pm IST)