Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સરસ્‍વતી સન્‍માન સમારોહ ૨૦૨૨ઙ્ખ

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ દ્વારા આગામી સમયમાં આયોજન

જ્ઞાતિના દિકરા-દિકરીઓને વિના મૂલ્‍યે ૧૦ ચોપડા,સ્‍કુલબેગ સાથે  તેજસ્‍વી વિધાર્થીઓને શિલ્‍ડ આપી સન્‍માન કરાશેઃ નરેન્‍દ્રભાઇ સોલંકી

રાજકોટઃશ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત રાજકોટ દ્વારા પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઇ સોલંકી(નરેન્‍દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ)ની અધ્‍યક્ષતામાં આવતા દિવસોમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના વિધાર્થી દીકરા-દીકરીઓના હિતાર્થે મેગા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના સરસ્‍વતી સન્‍માન સમારોહ -૨૦૨૨નું આયોજન કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા ધણા વર્ષોથી જ્ઞાતિના  અભ્‍યાસ કરતા વિદ્યાર્થી દીકરા-દીકરીઓને શૈક્ષણિક સહાય મળી રહે તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન મળી રહે તે હેતુ થી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સરસ્‍વતી સન્‍માન સમારોહ-૨૦૨૨નું ભવ્‍યાતી ભવ્‍ય આયોજન કરવામાં આવી રહ્યુ છે. દિકરા-દિકરીઓને વિના મુલ્‍યે પાકા પુઠાનો ૧૫૦ પેજનો ચોપડો એવા ૧૦ ચોપડાનું પેકીંગ એવા એક સેટનું વિતરણ દરેક ધોરણના વિધાર્થીઓને આપવામાં આવશે સાથે સાથે સ્‍કુલ બેગ તથા દરેક વર્ગમાં પ્રથમ ૧ થી ૩ નંબર આવનાર વિધાર્થીઓને શીલ્‍ડ આપી સન્‍માન કરવામાં આવે છે.આ સરસ્‍વતી સન્‍માન સમારંભમાં દર વર્ષ ૨૫૦૦ થી ૩૦૦૦ વિધાર્થીઓ તેમજ તેમના વાલીઓ પણ સાથે હાજર રહેશે.

વિદ્યાર્થી સન્‍માન સમારોહનો મુખ્‍ય હેતુ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન મળી રહે અને તેમનું સન્‍માન કરીને શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ જનોમા શિક્ષણનું મહત્‍વ વધે તેવા પ્રયત્‍નો કાયમી ધોરણે કરવામાં આવે છે પણ અમારો હેતુ જ્ઞાતિનાં દરેક બાળકો તેમજ યુવાભાઇઓ-બહેનો શિક્ષિત થાય અને બાળકોનું ભાવિ ઉજ્જવળ બને તેવા  ઇરાદાથી સમાજ દ્વારા શૈશણિક પ્રવૃતિઓ  ચલાવવામાં આવી રહી છે. વિધાર્થીઓને વિનામૂલ્‍યે પુસ્‍તક સહાય ધણા વર્ષોથી આપવામાં આવે છે. દરેક સમાજની પ્રગતિનો આધાર શિક્ષણ ઉપર રહ્યો છે. છેલ્લા ઘણાં વર્ષોમા આવા પ્રયત્‍નો દ્વારા સમાજમાં શૈક્ષણિક પ્રગતિ થઇ છે. શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિમાં ડોકટર્સ, એન્‍જીનીયર્સ, એડવોકેટસ, સોફટવેર એન્‍જીનીયર્સ તેમજ સરકારી ઓફીસર બનવા લાગ્‍યા છે.બાંધકામના વ્‍યવસાય ઉપર આધારિત આ સમાજ ધીરે ધીરે શૈક્ષણીક ક્રાંતી દ્વારા અન્‍ય વ્‍યવસાય તરફ વળવા લાગ્‍યો છે. જે રીતે આધુનીક દુનિયામાં વિશ્વ આગળ વધી રહ્યુ છે તે જોતા એવુ લાગે છે કે શિક્ષણ સિવાય સમાજની પ્રગતી શકય નથી તેવું હવે સમાજના લોકો સમજવા લાગ્‍યા છે. પરંતુ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ રાજકોટના પ્રમુખશ્રી નરેન્‍દ્રભાઇ સોલંકી (નરેન્‍દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ)દ્વારા મેગા સરસ્‍વતી સન્‍માન સમારોહ-૨૦૨૨ યોજવામાં આવી રહ્યો છે.

કોરોના કાળના વિશ્વના જે હાલાત હતા તેને ધ્‍યાને રાખી અને સુરક્ષા તેમજ સલામતીના હેતુને સિધ્‍ધ કરવા જ્ઞાતિના તમામ કાર્યક્રમો રદ રાખવામાં આવ્‍યા હતા જેના પગલે વર્ષ ૨૦૨૦ તથા ૨૦૨૧માં સરસ્‍વતી સન્‍માન સમારોહ યોજી શકયા ન હતા. પરંતુ ચાલુ વર્ષે ૨૦૨૨માં વિવિધ વર્ગોના પરિણામો હાલના તબક્કે આવી ગયા છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ ઉજ્જવળ બનાવ્‍યુ છે. આ મહેનતને બિરદાવવા આગામી થોડા દિવસોમાં એક સન્‍માન સમારોહનું આયોજન નરેન્‍દ્રભાઈ સોલંકી (નરેન્‍દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુ) કરી રહ્યા છે. આ સમારંભમાં વિદ્યાર્થીઓ અને તેની સાથે આવતા વાલી મંડળ સાથે કુલ સંખ્‍યા ૫૦૦૦ થી ૬૦૦૦ સુધી થવાની સંભાવના હોવાથી વિશાળ પાર્ટી પ્‍લોટમાં આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

આ વિશાળ આયોજનને સફળ બનાવવા માટે નરેન્‍દ્રભાઈ સોલંકીની રાહબરી તથા માર્ગદર્શન હેઠળ જ્ઞાતિના તમામ આગેવાનશ્રીઓ પણ પ્રયત્‍નશીલ છે. આયોજનને સફળ બનાવવા નરેન્‍દ્રભાઈ સોલંકીની આગેવાનીમાં જ્ઞાતિના ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે

(3:56 pm IST)