Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

લોધીકાના છેતરપીંડીના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને દબોચી લેવાયો

રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોર્ડે ઇડરથી ઝડપી લીધો

રાજકોટ તા. ૯: લોધીકાના છેતરપીંડીના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને ઇડર ખાતેથી રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોર્ડે ઝડપી લીધો હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા જીલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી લેવા આપેલ સુચના અન્‍વયે પો. સબ ઇન્‍સ. વિ. એમ. કોલાદરા પેરોલ-ફર્લો સ્‍કોર્ડ સાથે તપાસમાં હતા, તે દરમ્‍યાન લોધીકા પો.સ્‍ટે.ના આઇ.પી.સી. કલમ-૪૦૬, ૪ર૦, ૧૧૪ મુજબના કામે છેલ્લા ૪ માસથી નાસતા-ફરતા આરોપી નામે ભરત મણીભાઇ પટેલ, રહે. ૪૦પ જાનકી રેસીડન્‍સી, રામ તીર્થ ફલેટ પાસે, કુશ ઇન્‍ટરસીટી, નરોડા, અમદાવાદવાળો હાલ ઇડર વિસ્‍તારમાં હોવાની માહિતી આધારે ટલેકનીકલી તથા હ્યુમન સોર્સિસથી તપાસ કરતા મજકુર ઇડર ખાતેથી મળી આવતા જેને હસ્‍તગત કરી વધુ તપાસ અર્થે લોધીકા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડના એ.એસ.આઇ. વકારભાઇ અબર, પો. હેડ કોન્‍સ. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઇ ધાધલ, અના પો.કોન્‍સ્‍. મહેન્‍દ્રસિંહ સોલંકી, કુમારભાઇ ચૌહાણ, રિયાઝભાઇ ભિપૌત્રા તથા ડ્રા. પો. કોન્‍સ. વિરમભાઇ સમેચા રોકાય હતા.

(4:30 pm IST)