Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

જિલ્લા પંચાયતમાં ટેન્‍ડર ભરનારાઓની અછતઃ વહીવટી-ચૂંટાયેલી પાંખ વચ્‍ચે સંકલનનો પ્રયાસ

એક ગામમાં ૪ વર્ષથી વધુ સમય થયો હોય તેવા તલાટીઓ બદલાશે ગામડાઓમાં કેમેરા લગાવવાના ખર્ચ સામે પ્રશ્નાર્થઃ કેટલાક સભ્‍યોનો વિરોધ

રાજકોટ તા. ૯ : જિલ્લા પંચાયતમાં અવાર-નવાર મળતી સંકલન બેઠક આજે સવારે પંચાયત પ્રમુખ ભૂપત બોદર અને ડી.ડી.ઓ. દેવચૌધરીની હાજરીમાં મળેલ. જેમાં ભાજપના ચૂંટાયેલા સભ્‍યો અને શાખા અધિકારીઓ ઉપસ્‍થિત રહેલ. પંચાયતના શાસક પક્ષના સભ્‍યોના અસંતોષને ખાળવા વધુ એક વખત વહીવટી અને ચૂંટાયેલી પાંખ વ્‍ચ્‍ચે સંકલન સાધવા પ્રયાસ થયો છે. હવેથી દર સોમવારે સંકલન બેઠક રાખવી તેવું નકકી થયું છ.ે

જિલ્લા પંચાયતના વિવિધ વિકાસ કામોમાં કોન્‍ટ્રાકટરો હાલ રસ દાખવતા નથી. મોંઘવારીના કારણે પંચાયતના નકકી થયેલા જુના ભાવોમાં સામાન્‍ય વધારો થયો છે. તે કોન્‍ટ્રાકટરોને પોષાતો  નથી તેથી કામ દિઠ માંડ એકાદ ટેન્‍ડર આવે છ.ે સભ્‍યોએ આ બાબત સંકલનમાં મૂકેલ ટેન્‍ડર પ્રક્રિયા નવેસરથી કરવાની કામોમાં વિલંબ થાય છે.

પંચાયત દ્વારા ગામોમાં મુખ્‍ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાડવાનું શરૂ થયું છે તેનો ખર્ચ ખૂબ વધુ હોવાથી કેટલાક સભ્‍યો તેનો વિરોધ કરી રહ્યા છે. અંદાજીત ખર્ચકરતા ઘણો વધુ ખર્ચ કેમેરા પાછળ કરવાથી સભ્‍યો આર્થિક બાબતે શંકાના દાયરામાં આવી શકે તેવી ચર્ચા થઇ હતી ‘જેમ્‍સ' મારફતની  ખરીદી બાબતે પણ સવાલો ઉઠયા હતા.

પંચાયતના સભ્‍યોએ વહીવટી તંત્ર દ્વારા પોતાના મતક્ષેત્રમાં થતા કામોની માહિતી પોતાને મળતી ન હોવાનો આક્રોશ વ્‍યકત કરતા ડી.ડી.ઓ. દેવચૌધરીએ તાલુકા-જિલ્લાની પંચાયતને લગતી કામગીરીની જરૂરી માહિતી સભ્‍યોના વોટસએપ ગ્રુપમાં નિયમિત મૂકાવવાનું આશ્વાસન આપ્‍યું હતું.

લાંબા સમયથી એકજ સ્‍થળે ફરજ બજાવી રહેલા તલાટીઓની બદલીનો ઘાણવો આવી રહ્યાનો ડી.ડી.ઓએ નિર્દષ કરી આ કામગીરીમાં સભ્‍યો ‘ડીસ્‍ટબ' ન કરે તેવી અપેક્ષા વ્‍યકત કરી હતી. એક જ ગામમાં કે તાલુકામાં સળંગ ૪ વર્ષથી ફરજ બજાવતા હોય તેને બદલીમાં અગ્રતા અપાશે તેમ માનવામાં આવે છ.ે(૬.૨૮)

(3:54 pm IST)