Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

બે કાર વચ્‍ચે ટક્કરઃ પોલીસમેન સામે દારૂ પી વાહન ચલાવવાનો ગુન્‍હો

નવા ૧પ૦ ફુટ રોડ પર રાત્રીના અકસ્‍માતઃ ઇજાગ્રસ્‍ત દંપતી સારવારમાં

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ પાસે નંદભુમી એપાર્ટમેન્‍ટ વીંગ-૭ ફલેટ નં. ૭૧રમાં રહેતા કારખાનેદાર શૈલેષભાઇ હરખાભાઇ ઘોડાસરા (ઉ.વ.૩૪) રાત્રે પોતાની કારમાં પત્‍ની જલ્‍પાબેન, સાળા અમીતભાઇ સાળી શ્વેતાબેન, બીજા સાળા માતંગભાઇ તથા પુત્ર ધ્‍યાન તમામ ધ્રોલથી રાજકોટ આવતા હતા ત્‍યારે નવા દોઢસો ફુટ રીંગ રોડ પર બાપુની હવેલી હોટલ નજીક પહોંચતા એક કાર ચાલકે પુરઝડપે સામેથી આવી અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં  પત્‍નીને મુંઢ ઇજા થઇ હતી. બાદ શૈલેષભાઇએ કારમાંથી નીચે ઉતરી જોતા અકસ્‍માત સર્જનાર કાર નં. જી.જે. ૩ ઇ.આર. ર૦૬૪ અને અર્ટીગા કાર હતી. તેમાં બેઠેલા ચાલકનું નામ રવી ગઢવી  જાણવા મળ્‍યું હતું. બાદ પોતે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસની ગાડી આવી ગઇ હતી. બાદ યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. ભગીરથસિંહ ખેર સહીત સ્‍થળ પર પહોંચી ગયા હતા. અકસ્‍માતમાં બંનેની કારમાં નુકશાની થઇ હતી અને કીયા કાર ચાલક શૈલેષભાઇ અને તેના પત્‍ની જલ્‍પાબેનને મુંઢ ઇજા થઇ હતી અને અર્ટીગા કાર ચાલક ટ્રાફીક પોલીસમાં ફરજ બજાવતો હોવાનું અને તે નશાની હાલતમાં જણાયો હતો. કોન્‍સ્‍ટેબલ રવી ગઢવી સામે અકસ્‍માત અને ડ્રીંક એન્‍ડ ડ્રાઇવનો ગુન્‍હો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

 

(3:54 pm IST)