Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

મનપાની વિવિધ પાંચ જગ્‍યા માટે યોજાયેલ પરીક્ષામાં ૫૩૬૨ ઉમેદવારો રહ્યા ગેરહાજર

૧૧૬૫૩ પૈકી ૬૨૯૧ ઉમેદવારોએ પરીક્ષા આપી : આવતા રવિવારે વધુ પાંચ સંવર્ગની પરીક્ષા યોજાશે

રાજકોટ તા. ૯ : મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી જેમાં (૧) સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર, (૨)નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ), (૩) આસી. એન્‍જી.(મિકે.) (૪) આસી. એન્‍જી. (સિવિલ) અને (૫)એકાઉન્‍ટ ક્‍લાર્ક, આમ કુલ-૦૫ સંવર્ગની લેખિત પરીક્ષા તા. ૮ના અલગ-અલગ સમય મુજબ રાજકોટ શહેરના ૯(નવ) પરીક્ષા કેન્‍દ્રો ખાતે લેવામાં આવી. આ પાંચેય લેખિત પરીક્ષાના મળીને કુલ ઉમેદવારો-૧૧૬૫૩ નોંધાયેલ હતા, જે પૈકી ૬૨૯૧ ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને ૫૩૬૨ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.
નોવેલ કોરોના (COVID-19) વાયરસની સરકારશ્રીની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થાય તે રીતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ. આમ, રાજકોટ મહાનગરપાલિકાની(૧) સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર, (૨)નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ), (૩) આસી. એન્‍જી. (મિકે.) (૪) આસી. એન્‍જી.(સિવિલ) અને (૫) એકાઉન્‍ટ ક્‍લાર્કની લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે.ᅠ
વિશેષમાં આગામી તા.૧૫ રવિવારના રોજ (૧) એડી.આસી.એન્‍જી.(સિવિલ) (૨) વર્ક આસી.(ઈલે.) (૩) વર્ક આસી.(સિવિલ) (૪) ડેપ્‍યુટી ચીફ એકાઉન્‍ટન્‍ટ અને (૫) સર્વેયર સંવર્ગની લેખિત પરીક્ષા રાજકોટ શહેર જુદા-જુદા ૩ (ત્રણ) પરીક્ષા કેન્‍દ્રો ખાતે યોજાનાર છે.

 

(3:27 pm IST)