Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

શાસ્ત્રીનગરમાં કપાત સામે રહેવાસીઓનો વિરોધઃ મનપાને આવેદનઃ ઉપવાસની ચીમકી

સોસાયટી દ્વારા પોતાના ખર્ચાઓ જાતે ઉપાડાય છેઃ નાનામવા મેઇન રોડમાં પણ સભાસદોએ મિલ્‍કતનો ભોગ આપેલ : અંદરનો ૯ મીટરનો : રોડ પહોળો કરવાની જરૂરીયાત ન હોવાનું પણ જણાવ્‍યું : પુર્વ કોંગી કોર્પોરેટર ઘનશ્‍યામસિંહ જાડેજાની આગેવાનોમાં રજુઆત

રાજકોટ તા. ૯ : શહેરના મોટામવા વિસ્‍તારના શાસ્ત્રીનગરના સભાસદને બ્‍લોક કપાત અંગેની નોટીસ આપવા સામે રહેવાસીઓએ મનપામાં આવેદન આપી વાંધો દર્શાવ્‍યો છ.ે

અરજીમાં જણાવ્‍યા મુજબ અમારી સોસાયટી રાજકોટ નહી પણ સૌરાષ્‍ટ્રની મોટામાં મોટી ટાઉનશીપ ધરાવતી સોસાયટી છે ને સોસાયટીમાં આસરે ૧ર૦૦ આવાસો આવેલ છે જો જેમાં ૬૦૦૦ લોકોની વસાહત છે. સોસાયટી નિર્માણ પામ્‍યા આશરે ૩૬ ષર્વ થયેલ છે સોસાયટીથી રાજકોટથી દુર હતી ને તેમનો પ્‍લાન રૂડા ડેવો.દ્વારા પાસ કરવામાં આવ્‍યો હતો. જેમાં નાના-મધ્‍યમ લોકોએ બ્‍લોક ખરીદેલી આ સોસાયટી રાજકોટથી જયારે આ બ્‍લોક લિધેલા ત્‍યારે સભાસદમાં દસ્‍તાવેજમાં રોડનો માપ ૯ મીટર દર્શાવવામાં આવેલ હતો જે રૂડા દ્વારા પ્‍લાન પાસ કરવામાં આવેલ હતો. એટલે રૂડા પર કયાય પણ દબાણ કરેલ નથી.

આ પહેલા પણ આ અંગે સભાસદો દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવેલ છે જે છતા પણ નોટીસ આપીને પરેશાન કરવામાં આવે છ.ે

આ પહેલા પણ જયારે નાનામવા મેઇન રોડ નિકળેલો ત્‍યારે અમારા ૧૪ જેટલા સભાસદે વિનાવિરોધ મિલ્‍કતનો ભોગ દિધેલો તેમને આજ દિનસુધી કોઇપણ વળતર પણ મળેલ નથી.

આમાં આગળના ભાગમાં નાનામવા મેઇન રોડ નિકળે છે તેમજ પાછળના ભાગમાં ન્‍યુ ગાંધી સોસાયટીનો મોટા રોડ નિકળતા હોય તો અમારી સ્‍થવાર મિલ્‍કતને નુકસાન પહોંચાડીને આટલા મોટા રોડની કંઇપણ જરૂરીયાત નથી.

બી.પી.એમ.સી. એકટ (૧) મુજબ એક વ્‍યકિતના ભલા માટે છ હજાર લોકોને નુકસાન નકરી શકાય આ એકટ મુજબ જે સર્વેની સંમતી સાથે સર્વેના સુખાકાર નિર્માણ કરવો તો મનપા અમારા છ હજાર વ્‍યકિતને સાથને સહકાર આપે.

અમારી સોસાયટીના સભાસદ માટે સફાઇ સિકયુરીટી, જેવા સુખાકારી જેવા કાર્ય જાતે કરે છે ને હમણા છેલ્લા ૧૦ વર્ષ થયા સીસીટીવી કેમેરાપણ સોસાયટીએ જાતે વસાવ્‍યા છે  સોસાયટીમાં બાગ-બગીચા, મંદિર, વિ.નો પણ મેન્‍ટેનન્‍સ સોસાયટી જાતે કરે છે. કપાત આવતા અમારી સોસાયટીમાં ઉપરોકત વ્‍યવસ્‍થા છીનવાસે છતા પણ આપના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો અમારા ૬ હજાર સભાસદો એક સાથે વિરોધ દર્શાવશેને ગાંધીચિધ્‍યા માર્ગ અપનાવીને ઉપવાસ .પર બેસવાની પણ આવેદનમાં ચિમકી ઉચ્‍ચારવામાં આવી છે.

(4:09 pm IST)