Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

રાજકોટ કોમ્‍પ્‍યુટર ટ્રડર્સ એસોસિએશન દ્વારા બુધવારે ધીરુભાઇ સરવૈયાનો હાસ્‍યરસનો કાર્યક્રમ

૨૦થી વધુ વર્ષથી કાર્યરત આ સંસ્‍થામા ૨૫૦ જેટલા વેપારીઓ રાજયમાં ચોથું સ્‍થાન

રાજકોટ શહેરના  આઇ.ટી.ઉદ્યોગ એટલે કે કોમ્‍પ્‍યુટર, લેપટોપ અને પેરિફેરલ્‍સના વેપારીઓને સાંકળથી સંસ્‍થા એટલે રાજકોટ કોમ્‍પ્‍યુટર ટ્રેડર્સ એસોસિએશન, જે છેલ્‍લા ૨૦ વર્ષથી  કાર્યરત છે અને  ગુજરાતના તમામ આઇ.ટી. એસોશિએશનમાં આગવું સ્‍થાન ધરાવે  છે. જેમાં આશરે ૩૦૦ જેટલા વેપારી મેમ્‍બર તરીકે જોડાયેલા છે.

એસોસીએશન  દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે બિઝનેશ ઇવેન્‍ટ, મોટીવેશન પ્રોગ્રામ, નોલેજ શેરિંગ , પ્રોડકટની ટ્રેનીંગ , સેમિનાર વગેરે કાયક્રમનું આયોજન ા.૧૧ બુધવાર રાત્રે ૮:૪૫ કલાકે પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ રૈયા રોડ, ખાતે શ્રી ધીરુભાઇ સરવૈયાનો હાસ્‍યરસ નો મેગા ઇવેન્‍ટ કાર્યક્રમ રાખેલ છે. જેમાં તમામ વેપારીમિત્રો ફેમિલી સાથે હાજરી આપવા પ્રેસિડન્‍ટ  શ્રી સંજયભાઇ તાળાએ અનુરોધ કરેલ છે. આ ઇવેન્‍ટ યૂકિવક કંપનીના સહયોગથી યોજવામાં આવેલ છે.  યૂકિવક કંપનીના મેનેજિંગ ડિરેકટર શ્રી જીનલભાઇ મહેતા એ ખૂબ નાની ઉમંરમાં પોતાન.ી ટીમ દ્વારા એક એવો સોફટવેર બનાવેલ  છે જે હાલના ઝડપી યુગમાં કોમ્‍પ્‍યુટરની ઓપરેટિંગ સિસ્‍ટમ્‍સ માત્ર થોડીક સેકન્‍ડમાં રીપેર કરી કોમ્‍પ્‍યુટરને કાર્યરત કરી આપે છે. આવનાર સમયમાં આ પ્રોગ્રામની માત્ર ભારતભરમાં નહીં પરંતુ વિશ્વમાં નોંધ લેવામાં આવશે. તેમ જણાવ્‍યું છે

આયોજનમાં સંજય તાળા(પ્રમુખ), ચેતન વખારીયા (ઉપપ્રમુખ), મેહુલ અજમેરા(સેક્રેટરી), કૌશીક પરીખ (જો.સેક્રટરી), કીરીટ ઓગણજા (ખજાનચી), ભાવેશ મકરાણા (જો.સેક્રેટરી), પ્રશાંત પીપળીયા, રાજુભાઇ દેડાનિયા, દિપકભાઇ ચોવટીયા, હેમંતભાઇ મુંગરા, અચ્‍યુતભાઇ વાછાણી, હિતેશભાઇ શિંગાળા, અશોકભાઇ પટેલ, નિલેશભાઇ ખૂંટ અને તુષારભાઇ અમૃતિયા જોડાયા છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:25 pm IST)