Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

બ્રહ્માકુમારી હેપ્‍પી વિલેજ ખાતે એન્‍જલ પાર્કનું ઉદ્દઘાટન

 મનની શાંતિની સાથે સ્‍વાસ્‍થ્‍ય સારૂ બનાવવા કસ્‍તુરબાધામ બ્રહ્માકુમારીઝ દ્વારા હેપી વિલેજ ખાતે કસરત અને યોગાના સાધનો સાથે સજજ ‘એન્‍જલ પાર્ક' ડેવલપ કરવામાં આવતા બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન ડાયરેકટર ભારતી દીદીના હસ્‍તે ઉદ્દઘાટન કરવામાં આવ્‍યુ હતુ. આ પ્રસંગે આર.કે. યુનિ.માંથી એસોસીએટ પ્રો. ડો. વિજયકુમાર, ગ્‍લોબલ આયુર્વેદીક કોલેજના આસીસ્‍ટન્‍ટ પ્રો. ડો. પ્રિસા, બ્ર.કુ. નલીનીબેન, દક્ષાબેન , ભારતીનગર સૈન્‍ટરના ભાગ્‍યવતીબેન તથા અન્‍ય ભાઇ બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા. કોઇપણ વ્‍યક્‍તિને આ એન્‍જલ પાર્કમાં વિનામુલ્‍યે પ્રવેશ અપાશે. સૌ કોઇ લાભ લઇ શકશે. તેમ એક યાદીમાં જણાવેલ છે.

(3:23 pm IST)