Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

રણછોડદાસજી બાપુ આશ્રમનો બુધવારે ૭૭માં વર્ષમાં પ્રવેશ

શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ દ્વારા ૭૭ આરતીના શણગાર સાથે સમુહ આરતીઃ શ્રી રામચરિત માનસજીના અખંડ પાઠ

રાજકોટઃ પ.પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસબાપુશ્રી દ્વારા સન ૧૧/૫/૧૯૪૬માં સંસ્‍થાપિત શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ (પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) રાજકોટને તા.૧૧/૫ બુધવારના રોજ ૭૬ વર્ષ પૂર્ણ કરી ૭૭માં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે.આ શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ (પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીએ માનવ સેવાની જયોત હંમેશા પ્રજજવલિત રહે અને રામનામનો પ્રચાર થાય અને સમગ્ર માનવજાતને સેવા મળી રહે એ ઉદ્દેશ સાથે શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ (પ.પૂ.શ્રી રણછોડદાસબાપુ આશ્રમ), રાજકોટની સ્‍થાપના કરવામાં આવી હતી. આશ્રમનાં સ્‍થાપના દિવસ નિમિતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવેલ છે. ડોકટર સ્‍ટાફ તથા ગુરૂભાઈ- બહેનો અને મહાનુભાવો દ્વારા શ્રી નિજ મંદિર હોલમાં ૭૭ આરતીનાં દિવ્‍ય શણગાર સાથે સમુહ આરતી સવારે ૯ :૩૦ કલાકે કરવામાં આવશે તથા શ્રી રામચરિતમાનસજીનાં અખંડ પાઠ, શ્રી ગુરૂમઢીમાં સવારે ૬ વાગ્‍યે થશે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:27 pm IST)