Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

વોર્ડ નં. ૩ અને વોર્ડ નં. ૪મા સામાજીક સમરસતાના દ્રશ્‍યો

શહેર  ભાજપ ઉપપ્રમુખ અને અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે ગુજરાત પ્રદેશ ભાજપની સુચના મુજબ મે માસને સમરસતા ઉજવણી માસ તરીકે ઉજવવા માટે રાજયભરમાં અનુ.જાતિ મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.   ત્‍યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા સામાજિક સમરતા માસની ઉજવણી કરવામાં આવી રહી છે,  તે અંતર્ગત દલિત પરિવાર લલીતભાઈ જેઠાભાઈ મહાલીયા તથા તેના પરીવારજનો સંગીતાબેન મહાલીયા,  રાહુલ  મહાલીયા,  કુસાલ  મહાલીયાને  કોર્પોરેટર  નયનાબેન પેઢડીયાના ઘેર ભોજન કરાવવામાં આવેલ. આ તકે શહેર ભાજપ ઉપપ્રમુખ અને શહેર અનુ.જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી વજુભાઈ લુણસીયા, વોર્ડ નં.૪ના પ્રભારી દીપક પનારા, વોર્ડપ્રમુખ સી.ટી. પટેલ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દીનેશ ચૌહાણ, કોર્પોરેટર નયનાબેન પેઢડીયા, પરેશ પીપળીયા, કંકુબેન ઉધરેજા, શિક્ષણ સમિતિ સદસ્‍ય રવી ગોહેલ, વિનોદભાઈ પેઢડીયા તેમજ અનીલ શ્રીમાળી, નરેશ ચૌહાણ, પુષ્‍પક પરમાર, મોન્‍ટુ વીસરીયા સહીતના ઉપસ્‍થિત રહયા હતા.આ તકે દલિત પરિવાર તેમજ મહેશ રાઠોડ, મહેશ અઘેરા, વજુભાઈ લુણસીયાનું નયનાબેન પેઢડીયા દ્વારા શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવેલ તેમજ ભભારત માતાભ ની પ્રતિકૃતિ અર્પણ કરવામાંઅ આવેલ.  તેમજ વોર્ડ નં.૩માં  વાલ્‍મીકી સમાજના કાયકર્તા મુકેશભાઈ સોલંકી અને તેના પરિવાર ને વોર્ડના કોર્પોરેટર અલ્‍પાબેન દવે ના ઘેર ભોજન કરાવવામાં આવેલ. આ તકે વોર્ડ પ્રમુખ હેમભાઈ પરમાર,  દિપકભાઈ દવે, મુકેશ પરમાર, ગીરધર વાઘેલા, હીતેશ ઢાકેચા, મગનભાઈ બાબરીયા, કપિલ વાઘેલા, અશ્‍વીન વાણીયા, અનિલભાઈ વાડોદરા, અમુભાઈ ઝાલા, પ્રવિણભાઈ વાઘેલા, જયદીપ નારોલા સહીતના ઉપસ્‍થિત રહેલ.

(3:19 pm IST)