Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ઘંટેશ્‍વર એસઆરપી કેમ્‍પ સામેથી ૧૮૦ લીટર દેશી દારૂ ભરેલી કારમાંથી ત્રણ શખ્‍સો પકડાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ શાહરૂખ, જાહીદ અને રાજનની ધરપકડ

રાજકોટ તા. ૯: શહેરના દોઢસો ફુટ રોડ ઘંટેશ્‍વર એસઆરપી કેમ્‍પ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી આઇ-ર૦ કારમાંથી દેશી દારૂના જથ્‍થા સાથે ત્રણ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ઘંટેશ્‍વર એસઆરપી કેમ્‍પ પાસે એક કારમાં દારૂનો જથ્‍થો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. મહિપાલસિંહ, કનકસિંહ, ચેતનસિંહને બાતમી મળતા એસઆરપી કેમ્‍પની સામે દરોડો પાડી આઇ-ર૦ કારમાંથી રૂા. ૩૬૦૦ ની કિંમતના ૧૮૦ દેશી દારૂ સાથે રસુલપરાના શાહરૂખ ફીરોજભાઇ જુણેજા, જાહીદ સીદીભાઇ બ્‍લોચ અને રાજન જુમાભાઇ દલને પકડી લીધા હતા જયારે ધ્રોલ ચામુંડા પ્‍લોટના ઓસમાણ અબ્‍દુલભાઇ મકવાણાની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ. જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ. મહિપાલસિંહ, કનકસિંહ અને ચેતનસિંહ દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડામાં પેરોલ ફરલો સ્‍કવોડના પીએસઆઇ બી. ટી. ગોહિલ, એએસઆઇ. ફીરોઝભાઇ, ઝહીરભાઇ, હેડ કોન્‍સ. જયદીપસિંહ, અનીલસિંહ, જયદેવસિંહ મયુરસિંહ, શીરાજભાઇ, યોગેન્‍દ્રસિંહ, યુવરાજસિંહ, દિવ્‍યરાજસિંહ તથા હરીભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે કોન્‍સ. સીરાજભાઇ, યોગેન્‍દ્રસિંહને બાતમી મળતા માલધારી ફાટક પાસેથી જીજે ૬ બીએ-પ૬૬૦ નંબરની સેન્‍ટ્રો કારમાંથી રૂા. ૬૦૦૦ની કિંમતની દારૂની ૧ર બોટલ સાથે ભોલાભા ભુપતભા લાંબા (ઉ.વ. ર૧) (રહે. વિવેકાનંદનગર શેરી નં. ર) ને પકડી લીધો હતો જયારે દોઢસો ફુ઼ટ રોડ સાગરનગર આવાસ યોજનાના કવાર્ટરના સુનીલ હકાભાઇ સાકરીયાની શોધખોળ આદરી છે.

જયારે ત્રીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વાય. બી. જ ાડેજા અને જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.આર. વરૂ, કોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ, જગદીશભાઇ, શકિતસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે કોન્‍સ. જગદીશભાઇ, શકિતસિંહ અને ઇન્‍દ્રજીતસિંહને મળેલી બાતમીના આધારે નાનામવા સર્કલ પાસે આવેલા આર. એમ.સી. કવાર્ટરમાંથી દારૂની ૩૬ બોટલ કબ્‍જે કરી હતી. જયારે અલ્‍પેશ કનકરાય રામાવતની શોધખોળ હાથ ધરી છે.

(3:18 pm IST)