Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

કુવાડવાના જાળીયા ગામે રાજસ્‍થાની યુવાનની હત્‍યા કરનાર પરેશ સોલંકીની ધરપકડ..

‘તારી પત્‍ની સાથે સુવા દે' તેમ કહેતા પરેશે ઉશ્‍કેરાઇને સુરેશ વિરમગામીયાને મારમારી હત્‍યા કર્યાનું રાટણ

રાજકોટ,તા. ૯: રાજકોટના રતનપર નજીકના જાળિયા ગામના વોંકળાના કાંઠે અવાવરૂ જગ્‍યાએથી શુક્રવાર સાંજના યુવાનની કોહવાઈને હાડપીંજર બની ગયેલી લાશ મળી આવી હતી.બનાવના પગલે કુવાડવા પોલીસ સ્‍થળ પર પહોંચી ગઈ હતી.આ કંકાલ મૂળ જારીયા ગમના વતની અને છેલ્લા ઘણા સમયથી રાજસ્‍થાનમાં થયેલા યુવાનનું હોવાની શંકા સેવાઇ રહી હતી.દરમિયાના આ પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરતા આ લાશ મૂળ જાળિયા ગામના વતની હાલ અને જોધપુર સ્‍થાયી થયેલા દેવિપૂજક યુવાનની જ હોવાનું તેમજ તેની હત્‍યા થઇ હોવાનું સ્‍પષ્ટ થયું હતું. યુવાને જાળિયા ગમમાં રહેતા શખ્‍સને પાસે તેની પત્‍ની સાથે સુવા દેવાની વાત કહેતા આ બાબતે ઝઘડો થતા તેણે ગુપ્તભાગે પાટા મારી તેની હત્‍યા કરી હોવાનું ખુલ્‍યું હતું. આ અંગે પોલીસે હત્‍યાનો ગુનો નોંધી જાળીયા ગામના શખ્‍સની ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ જાળિયા ગામના વોંકળાના કાંઠે અવાવરૂ જગ્‍યાએ જયાંથી લાશ મળી ત્‍યાંથી દુર્ગંધ આવતી હોવાથી સરપંચને જાણ થતા પોલીસને જાણ કરી હતી.જેથી એસીપી સહિતના અધિકારીઓ સ્‍થળ પર પહોંચી ગયા હતા. સાયન્‍ટીફિક ઓફિસરને પણ સ્‍થળ પર બોલાવી લેવાયા હતા. મામલતદાર રૂબરૂ ઈન્‍કવેસ્‍ટ પંચનામું કરાવાયું હતું. ત્‍યારબાદ ફાયર બ્રિગેડના સ્‍ટાફે ખાસ કીટમાં મૃતદેહને સિવિલના પોસ્‍ટમોટમ રૂમે ખસેડયો હતો. મૃતક સુરેશભાઈ રણછોડભાઈ દેવીપુજક હોવાની સંભાવના છે. મૃતક જારીયા ઉપરાંત રાજસ્‍થાનના જોધપુરમાં રહેતો હતો. થોડા સમય પહેલા જ સસરાની અસ્‍થી પધરાવવા રાજકોટ નજીકના ગામમાં આવ્‍યા હતા. ત્‍યારબાદ પત્‍ની સાથે કોઈ બાબતે ઝઘડો થતા તેની પત્‍ની સહિતના સાસરીયા પક્ષના સભ્‍યો જોધપુર જતા રહ્યા હતા. જયારે મૃતક જારીયા ગામમાં રોકાઈ ગયો હતો. દરમિયાન આ ફોરેન્‍સિક પી.એમ નો રિર્પોટ આવી જતા યુવાનની હત્‍યા થઇ હોવાની સ્‍પષ્ટ થયું હતું. બીજી તરફ પોલીસ તપાસમાં આ હત્‍યા જાળિયા ગામમાં જ રહેતા પરેશ તળસીભાઇ સોલંકીએ કરી હોવાનું માલુમ પડતા પોલીસે તેની ઉઠાવી લીધો હતો.જેની પુછપરછ પરથી આ હત્‍યાના બનાવનો ભેદ ઉકેલાય ગયો હતો.  આ મામલે મૃતક યુવાન સુરેશ રણછોડભાઇ વીરગામીયાના પીતરાઇ ભાઇ રાજકોટના થોરાળા મેઇન રોડ પર ચારબાઇ માતાજીના સ્‍થાનક પાસે રહેતા વિનોદ બીજલભાઇ પરમાર(ઉ.વ ૩૬) દ્રારા કુવાડવા પોલીસ મથકમાં પરેશ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તેના પીતરાઇ ભાઇ સુરેશએ આરોપી પરેશને તેની બાયડી સાથે સુવાની વાત કહી હતી આ બાબતે બંને વચ્‍ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો.બાદમાં આરોપી પરેશે ઉશ્‍કેરાઇ સુરેશને ગુપ્તભાગે તથા પેટના ભાગે પાટા મારી જીવલેણ ઇજા પહોંચાડતા યુવાનનું મોત થયું હતું.આ મામલે યુવાનની ફરિયાદ પરથી પોલીસે હત્‍યાની કલમ ૩૦૨ મુજબ ગુનો નોંધી જાળીયા ગામના પરેશ તળશીભાઇ સોલંકી ધરપકડ કરી હતી. આ કામગીરી પીઆઇ. બી.એમ.ઝણકાટ તથા એ.એસ.આઇ ક્રિપાલસિંહ ચુડાસમા, હેડ કોન્‍સ. વિક્રમભાઇ ગરચર, હિતેષભાઇ ગઢવી, કોન્‍સ. હરેશભાઇ સારદીયા, રોહીતદાન ગઢવી અને રાજેશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

(3:07 pm IST)